• Gujarati News
  • જૂનાગઢમાં વીજ ટ્રાન્સફોર્મરની નીચે દુકાનો, સતત જીવનું જોખમ

જૂનાગઢમાં વીજ ટ્રાન્સફોર્મરની નીચે દુકાનો, સતત જીવનું જોખમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય રીતેઉનાળામાં વીજ ફોલ્ટ થવાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. તેમજ ચોમાસુ પણ નજીક આવી રહ્યું છે. ત્યારે વીજ કરંટને કારણે મોટી ઘટના બને છે. ત્યારે જૂનાગઢ શહેરનાં જુદા-જુદા માર્ગો પણ વીજ ટ્રાન્સફોર્મર નીચે લારી અને દુકાનધારકો વેપાર કરી રહ્યા છે. ત્યારે મોટી કોઇ ઘટના બને તે પહેલા તેમની સામે કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઇ છે. જોકે તંત્રનો દાવો છે કે, શહેરમાં આવા કોઇ હશે તેની સામે કાર્યાહી થશે.

જૂનાગઢ અધિક્ષકઇજનેર પાઘડારે જણાવ્યું હતુ કે, આવા કોઇ પણ વેપારીઓ અમને ધ્યાને આવે તો તેમને નોટીસ આપી ત્યાંથી હટી જવા કહેવામાં આવે છે. પરંતુ સબડીવીઝનની કાર્યવાહી બાદ પણ ફરી વેપારીઓ બેસી જાય છે. શહેરમાં કોઇ પણ બજારમાં ટ્રાન્સફોર્મર નીચે કે ત્યાંથી પસાર થતી ઇલેવન કેવીની નજીક દુકાન હોય તો તેની સામે કાર્યવાહી કરી નોટીસ ફટકારવામાં આવશે.