• Home
  • Saurashtra
  • Latest News
  • Junagadh
  • 7માં પગાર પંચની માંગને લઇ એસટી કર્મીએ 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરી

7માં પગાર પંચની માંગને લઇ એસટી કર્મીએ 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરી

જો યોગ્ય નિર્ણય નહિ આવે તો આગામી દિવસોમાં સૂત્રોચ્ચાર, રામધૂન

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:45 AM
7માં પગાર પંચની માંગને લઇ એસટી કર્મીએ 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરી
જૂનાગઢ એસટીના કર્મીઓએ 3 દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિવિધ માંગણી સબબ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એસટી કર્મીઓને 7માં પગાર પંચનો લાભ મળ્યો નથી. આ ઉપરાંત વિવિધ 14 જેટલા પડતર પ્રશ્નો કે માંગણીઓનો ઉકેલ આવ્યો નથી. આ અંગે અગાઉ અનેક વખત ચારેય યુનિયન દ્વારા રજૂઅાત કરવામાં આવી હતી તેમ છતાં ઉકેલ ન આવતા ના છૂટકે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો અપાઇ રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરી હતી. હવે 13 અને 14 ઓગસ્ટે સુત્રોચ્ચાર કરાશે તેમજ 20 અને 21 ઓગસ્ટે રામધૂન કરવામાં આવશે. તેમ છતાં નિવેડો નહિ આવે તો આંદોલન આગળ ધપાવવામાં આવશે.

X
7માં પગાર પંચની માંગને લઇ એસટી કર્મીએ 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App