તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ આર.આર.સેલની ટીમની સટ્ટોડીયા પર તવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ, કેશોદમાંથી 50,400નો મુદ્દામાલ કબ્જે કર્યા

ભારત આફ્રિકા મેચ પર સટ્ટો રમતા બે શખ્સને ઝડપી લીધા

હાલમાંચેમ્પિનટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી હોય અને જિલ્લામાં ગેરકાયદે સટ્ટો રમાડવાની પ્રવૃતિ ધમધમતી હોવાની ફરિયાદ મળી રહી છે. ત્યારે ડીઆઇજી એસ.પી રાજકુમાર પાન્ડ્યનના આદેશથી આરઆરસેલના પીએસઆઇ અેન.જી.જાડેજા અને સ્ટાફે બાતમીના આધારે જૂનાગઢની જલારામ સોસાયટીમાંથી જીતેષ ઉર્ફે જીતુ પ્રવિણભાઇ ચાવડાને ઝડપી લીધો હતો. શખ્સ પાસેથી રૂા 34,700નો મુદામાલ કબજે કર્યો હતો.તેમજ કેશોદના શરદ ચોકમાંથી ધવલ રામજી ક્યાડાને સટ્ટો રમાડતા ઝડપી લઇ તેની પાસેથી રૂા 15,700નો મુદામાલ કબજે કર્યો હતો.બન્ને આરોપીને પોલીસ સ્ટેશન હવાલે કરી તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...