તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બોલબાલા ટ્રસ્ટે 1280 યાત્રિકો તેમના કાર્યકરોનું કર્યું સન્માન

બોલબાલા ટ્રસ્ટે 1280 યાત્રિકો તેમના કાર્યકરોનું કર્યું સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સન્માન સમારોહની સાથે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢતેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1280 વડિલોને રામેશ્વરની યાત્રા કરાવવામાં આવી હતી. યાત્રા સુખરૂપે પૂર્ણ થતાં ભૂતનાથ સત્સંગ હોલમાં યાત્રીકો તેમજ તેમના કાર્યકરોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ યાત્રિકો અને કાર્યકરોનું સન્માન કરાયું હતું. સન્માન સમારોહની સાથે નીરૂબેન દવે અને રાજુભાઇ ભટ્ટની સમગ્ર ટીમે સંગીત સંધ્યા રજુ કરી હતી. કાર્યક્રમમાં મેયર આદ્યશક્તિબેન મજમુદાર, જયેશભાઇ ઉપાધ્યાય, મનસુખભાઇ વાજા, ગીતાબેન મહેતા, ગૌરાંગભાઇ સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમામ યાત્રિકો અને કાર્યકરોનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...