તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાકરામાં દલિત સમાજ માટે અલગ જમણવારની ઘટનામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધિકારીએ બનાવની તપાસમાં બેદરકારી દાખવી છે : રાષ્ટ્રીય દલિત મહાસંઘનો આક્ષેપ

પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે દલિત સમાજે એસપી કચેરી સામે ધરણાં કર્યા

જિલ્લામાંજાન્યુઆરીથી જુન 2017 સુધીમાં 23 એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી આજ સુધીમાં પોલીસ 11 ફરિયાદના આરોપીને પકડી શકી નથી તેમજ બે કેસમાં તપાસ કર્યા વિના કેસ બંધ કરી દીધા હોવાનો રાષ્ટ્રીય દલિત મહાસંઘે આક્ષેપ કર્યો હતો.તો વંથલીમાં ડેરીમાં દુધ દેવા ગયેલા દલિતનું આઠ દિવસ સુધી દુધ લીધા બાદ ડેરી સંચાલકને ખ્યાલ આવતા દુધ લેવાનું બંધ કરી દીધુ હતુંં.જે ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઇ હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત માણાવદરના નાકરા ગામમાં દલિત સમાજ માટે અલગથી જમણવાર રાખવાની ઘટના બની હતી. ઘટનામાં યોગ્ય તપાસ થતી હોવાથી તાત્કાલિક પોલીસ ફરિયાદ માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધવાની માંગ સાથે દલિત સમાજે એસપી કચેરી સામે ધરણા કર્યા હતા. dysp. વી.જી.પટેલે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવા અંગે ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.આ તકે રાષ્ટ્રીય દલિત મહાસંઘના પ્રમુખ દેવદાનભાઇ મુછડીયા સહિતના મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...