તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ કૃષિ યુનિ.માં ત્રિદિવસીય ગુજરાત અને રાજસ્થાનના કૃષિ કેન્દ્રોનો વર્કશોપ પૂર્ણ

જૂનાગઢ કૃષિ યુનિ.માં ત્રિદિવસીય ગુજરાત અને રાજસ્થાનના કૃષિ કેન્દ્રોનો વર્કશોપ પૂર્ણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્કશોપમાં 110 કૃષિ વિજ્ઞાન કેન્દ્રેાના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ ઉપસ્થિત રહ્યાં

જૂનાગઢકૃષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ ખાતે ત્રિદિવસીય ગુજરાત અને રાજસ્થાનના કૃષિ કેન્દ્રોનો એન્યુઅલ ઝોનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત તથા રાજસ્થાનના કુલ 110 કૃષિ વિજ્ઞાન કેન્દ્રેાના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ ઉપસ્થિત રહ્યાં હતાં. અટારી આઇસીએઆર જોધપુર દ્વારા યોજાયેલ ગુજરાત અને રાજસ્થાનના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ત્રણ દિવસીય ક્ષેત્રીય કાર્યશાળાનું ઉદધાટન કુલપતિ ડો.એ.આર.પાઠકના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યાં તેઓએ જણાવ્યું હતું કે કૃષિ યુનિ.દ્વારા બહાર પાડવામાં આવેલી નવી જાતેા તથા નવી ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે. તેઓની સામે અનેક પડકારો પણ છે ત્યારે ઉપસ્થિત તમામ વિજ્ઞાન કેન્દ્રોએ એકબીજા સાથે તેઓને ત્યાં ઉપસ્થિત થતાં પડકોરાની ચર્ચા કરવી જોઇએ જેથી ખેડૂત સમુદાયના હિતમાં વધુ સારી રીતે કામગીરી થઇ શકે. કાર્યક્રમમાં ડો.એ.કે.સિંઘ, ડો.લખનસિંહ, ડો.રાધાક્રિષ્નન, ડો.એ.એમ.પારખીયા સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તકે આઇ.સી.અે.આર., અટારી, જોધપુર દ્વારા બનાવવામાં આવેલી આઇટી એપ લોન્ચ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ડો.પી.આર.કાનાણી દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...