તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢના સરગવાડામાં ચોકલેટના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળી

જૂનાગઢના સરગવાડામાં ચોકલેટના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

જૂનાગઢના સરગવાડા વિસ્તારમાં આવે ચોકલેટના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર ટીમે 2.5 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

અંગે ફાયર અોફિસર સ્વસ્તીકસિંહ જાડેજાના જણાવ્યા મુજબ શહેરના સરગવાડા વિસ્તારમાં આવેલ કેપમોન ફુડસ પ્રા.લિ.નામના ચોકલેટના કારખાનામાં સવારે આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા કમિશ્નર વી.જે.રાજપુતની સુચના અને નાયબ કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ફાયરની ટીમના કમલેશ પુરોહિત, રાણીંગભાઇ ડાંગર, દેવાયત સોલંકી, વિમલ નંદાણીયા અને મિતેશ બાથાણી સહિતનો સ્ટાફ 3 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

આખરે 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...