તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભંડુરીના યુવાનને મરવા માટે મજબુર કરનારના જામીન રદ્દ

ભંડુરીના યુવાનને મરવા માટે મજબુર કરનારના જામીન રદ્દ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભંડુરીનાએક યુવાને તેના મિત્રને રૂા 13.50 લાખ ઉછીના આપ્યા હતા જે શખ્સે પરત કરી તેમજ યુવાનને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવાને આપઘાત કર્યો હતો. યુવાનની સુસાઇડ નોટના આધારે શખ્સને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.શખ્સે જામીન પર છુટવા અરજી કરી હતી જોકે કોર્ટે જામીન આપવા ઇન્કાર કર્યો હતો.

ભંડુરીના પરેશ રામશી નાના યુવાને આઠ માસ પહેલા રેલ્વે પાટા પર કપાઇ જઇ અાપઘાત કરી લીધો હતો.આ બનાવમાં યુવાનની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવાને પોતાની બચત તથા અન્ય મિત્રો પાસેથી એકઠી કરી રૂા 13.50 લાખ રૂપિયા સંજય સરમણ રામને આપ્યા હતા જોકે સંજયે રૂપીયા પરત કરવાની ના પાડી દીધી હતી. અને જો રૂપિયા માંગશે તો તેની બહેનની છેડતી કેસમાં ફસાવી દેશે તેવી ધમકી આપતા યુવાને અંતિમ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતુ. બનાવમાં પોલીસે સંજય સહિતના આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કર્યા તા શખ્સે જૂનાગઢ સેસન્સ કોર્ટમાં જામીન પર છોડવા અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...