Home » Saurashtra » Latest News » Junagadh » રાજકીય કિન્નાખોરીથી થયેલી બદલી રદ કરી સોનારાને ફરી રાજકોટ પીઆઇ બનાવો

રાજકીય કિન્નાખોરીથી થયેલી બદલી રદ કરી સોનારાને ફરી રાજકોટ પીઆઇ બનાવો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:45 AM

જૂનાગઢ આહિર સમાજે રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું

  • રાજકીય કિન્નાખોરીથી થયેલી બદલી રદ કરી સોનારાને ફરી રાજકોટ પીઆઇ બનાવો
    રાજકોટમાં નિષ્ઠાથી ફરજ બજાવતા પીઆઇ બી.પી.સોનારાની રાજકીય કિન્નાખોરીથી બદલી કરવામાં આવતા જૂનાગઢનો આહિર સમાજ ઉકળી ઉઠયો છે. આ મામલે આહિર સમાજે શહેરના મધુરમ બાયપાસ સ્થિત દેવાયત બોદરની પ્રતિમાને હાર પહેરાવી રેલી કાઢી હતી. રેલીમાં રાજુભાઇ ડાંગર, લક્ષ્મણભાઇ સોલંકી, પ્રવિણભાઇ ચાવડા, ગોપાલભાઇ પરમાર, મનિષ નંદાણીયા, મુકેશ ડવ, માલદેભાઇ પાનેરા તેમજ ધારાસભ્ય ભીખાભાઇ જોષી અને મોટી સંખ્યામાં આહિર જ્ઞાતિજનો જોડાયા હતા અને રાજ્યના પોલીસ વડાને સંબોધીને આવેદન જિલ્લા કલેકટર ડો. સોરભ પારધીને આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરીથી પીઆઇ સોનારાની બદલી કરવામાં આવી છે તે રદ કરી ફરી રાજકોટ શહેરમાં જ નિમણૂંક કરવામાં આવે. જયારે ભીખાભાઇ જોષીએ જણાવ્યું હતું કે રાજકોટના રાજકીય નેતાને નિષ્ઠાવાન પોલીસ અધિકારીની જરૂર ન હોય તો તેને જૂનાગઢ મોકલી આપે.જૂનાગઢને આવા અધિકારીની ખાસ જરૂર છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending