• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ઘંટીસીંગનો કબ્જો લેવા બી ડિવીઝન પોલીસ મહેસાણા રવાના

ઘંટીસીંગનો કબ્જો લેવા બી ડિવીઝન પોલીસ મહેસાણા રવાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ એલસીબીએ પકડી પાડ્યા બાદ મકરસંક્રાંતિનાં દિવસે બી ડિવીઝન પોલીસ મથકમાંથી સાવ આસાનીથી ફરાર થયેલા પાંચ ચીલઝડપના તસ્કરને મહેસાણા એલસીબીએ ગઇકાલે ઝડપી લીધો હતો. જૂનાગઢથી તે જુદા જુદા વાહનોમાં મુસાફરી કરીને મહેસાણા પહોંચ્યો હતો.જૂનાગઢ બી ડિવીઝન પોલીસને ચકમો આપીને નાસી છૂટેલો ઘંટીસીંગ નારસીંગ શીખ (ઉ. 26) નામનો શખ્સ તા. 14 જાન્યુ.નાં રોજ બપોરે 4 વાગ્યે પોલીસ સ્ટેશનમાંથી ભાગ્યા બાદ જુદા જુદા વાહનોમાં બેસીને મહેસાણાજ ગયો હતો. ધોરાજીમાં રહેવા આવ્યો એ પહેલાં તે મહેસાણાનાં રેલ નગરમાંજ રહેતો હતો. દરમ્યાન જૂનાગઢ પોલીસે તેને પકડવા રાજ્યભરની પોલીસને એલર્ટ કરી દીધી હોઇ મહેસાણા એલસીબી પીઆઇ આર. એસ. પટેલ સ્ટાફ સાથે હાઇવે પર પેટ્રોલિંગમાં હતા. એ વખતે એએસઆઇ રમેશજી રજુજીને ઘંટીસીંગ વિસનગર રેલ્વે ફાટક પુલ નીચે હોવાની બાતમી મળી હતી. આથી પોલીસ ત્યાં ત્રાટકી હતી. અને તેને સાગ્રીતો સાથે ઝડપી લીધો હતો. અને બાદમાં જૂનાગઢ પોલીસને જાણ કરતાં આજે બી ડિવીઝન પોલીસ તેને લેવા મહેસાણા રવાના થઇ હતી. મહેસાણામાં તેના નામે અગાઉ 15 થી વધુ ગુનાઓ હોઇ ત્યાંની પોલીસ પાસે ઘંટીસીંગની આખી હિસ્ટ્રી છે. પોલીસનાં કહેવા મુજબ, અત્યાર સુધીમાં અચાચરેલા મોટાભાગનાં ગુનામાં તેણે હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા છે. જેવો જામીન પર છૂટે એટલે પાછો ગુનો અાચરે એ તેની ખાસિયત છે.

ઘંટીસીંગ ભાગી જતાં પહેલાં કરણને પૂર્યો
ઘંટીસીંગની પુછપરછ બાદ કરણ અશોક પરમારની પુછપરછ ચાલતી હતી એ વખતે ઘંટીસીંગ ધીમેથી ત્યાંથી સરકી ગયો. જેવી ખબર પડી કે, સ્ટાફે પહેલાં કરણને કસ્ટડીમાં પાછો પૂર્યો હતો. અને પછી ઘંટીસીંગને શોધવા નિકળ્યા હતા. જોકે, ઘંટીસીંગ ત્યાં સુધીમાં ઘણે દૂર નિકળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...