• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભેંસાણમાં 2 દુકાનમાંથી 24 હજારની ચોરી, તસ્કરો સીસી ટીવીમાં થયા કેદ

ભેંસાણમાં 2 દુકાનમાંથી 24 હજારની ચોરી, તસ્કરો સીસી ટીવીમાં થયા કેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણમાં બે દુકાનમાંથી 24 હજારની માલમત્તાની ચોરી કરનાર શખ્સો સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે ફુટેજનાં આધારે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ભેંસાણમાં જૂનાગઢ રોડ પર અાવેલી પીન્ટુભાઇની સત મારબલની દુકાનમાં તસ્કરોએ ત્રાટકી 5 હજારની રોકડ અને કાંડા ઘડીયાળની ચોરી કરી હતી. બાદમાં બાજુમાં આવેલી જીગ્નેશ પરષોતમભાઇ પટોળીયાની ચિરાગ ફેબ્રીકેશનની દુકાનમાં પહોંચી સીસીટીવી કેમરાનું ડીવીઆર, મોબાઇલ અને 1500ની રોકડ સહિત 14 હજારની મત્તાની ચોરી કરી હતી. આમ બંને દુકાનમાંથી 23 હજારથી વધુનાં મુદ્દામાલની ચોરી કરનાર શખ્સો સીસીટીવી કેેમેરામાં કેદ થઇ જતા પીએેસઆઇ બારસીયાએ ફુટેજનાં આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

સીસીટીવીનાં ફુટેજમાં તસ્કરો જોવા મળી રહ્યાં છે. તસવીર-અરૂણ મહેતા

અન્ય સમાચારો પણ છે...