5 વર્ષમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં વાતાવરણમાં આવેલા પરિવર્તન બાદ આકાશમાં વાદળ છવાયા હતાં. આકાશમાં વાદળા થતા ઠંડી ગાયબ થઇ ગઇ છે. જૂનાગઢમાં મંગળવારે લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રીએ પહોંચી ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત જાન્યુઆરી માસમાં લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રીએ પહોંચ્યો છે. જૂનાગઢમાં ગરમી પડતા લોકોએ ગરમ વસ્ત્રો બાજુ પર મુકી દીધા છે અને પંખા,એસીનો સહારો લઇ રહ્યાં છે. જૂનાગઢમાં ગત સપ્તાહમાં વાતાવરણમાં ફેરફાર થયો છે. વાતાવરણમાં બદલાવ આવતા આકાશમાં વાદળ છવાયા છે. વાદળનાં કારણે ઠંડીમાં ઘટાડો થયો છે. જૂનાગઢમાં જાન્યુઆરી માસની શરૂઆતે ઠંડીનો પારો 9 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તેમજ સતત છ દિવસ સુધી લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જૂનાગઢવાસીઓએ કાતીલ ઠંડીનો અનુભવ કર્યા બાદ એકાએક ગરમી પડવાનું શરૂ થયું છે. જૂનાગઢ શહેરમાં મંગળવારે લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તેમજ દિવસનાં મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી રહ્યું હતું. રાત્રે અને દિવસનાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. જાન્યુઆરી માસમાં સામાન્ય રીતે ઠંડી પડતી હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પાંચ વર્ષમાં પ્રથમ વખત જાન્યુઆરી મહિનામાં લઘુત્તમ તાપમાનનો પારો 19 ડિગ્રીએ પહોંચ્યો છે. હજુ બે દિવસ ગરમી પડવાની સંભાવનાં છે.

હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ આકાશ મુખ્યત્વે આગામી પાંચ દિવસોમાં અંશત: વાદળછાયું થી ચોખ્ખું રહેશે.આ સમય દરમિયાન મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી રહેશે અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવનાં છે.

કયાં વર્ષમાં લઘુત્તમ તાપમારનો પારો ઉંચો રહ્યો
તારીખ લઘુત્તમ મહત્તમ

2013 14.9 34.5

2014 17.0 33.4

2015 17.2 31.6

2016 18.3 35.6

2017 16.4 34.0

અન્ય સમાચારો પણ છે...