કોથળાની લાશનું રહસ્ય અકબંધ છે ત્યાં વધુ બે યુવાન ગુમ

જૂનાગઢ | જૂનાગઢનાં ગેંડા અગડ, વાંજાવાડ વિસ્તારમાં ચોરીની શંકા રાખી ટોળાએ ત્રણ યુવાનોનું અપહરણ કરી લીધું હતું. બાદ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:45 AM
કોથળાની લાશનું રહસ્ય અકબંધ છે ત્યાં વધુ બે યુવાન ગુમ
જૂનાગઢ | જૂનાગઢનાં ગેંડા અગડ, વાંજાવાડ વિસ્તારમાં ચોરીની શંકા રાખી ટોળાએ ત્રણ યુવાનોનું અપહરણ કરી લીધું હતું. બાદ તેના પર જીવલેણ હૂમલો કર્યો હતો. જોકે ત્રણ પૈકી બે યુવાનનો હજુ ગુમ છે. જયારે એક યુવાન સારવારમાં છે. બીજી તરફ ભવનાથમાં કોથળામાંથી મળેલી લાશનું રહસ્ય હજુ અકબંધ છે. જૂનાગઢનાં ગોધાવાવની પાટી વિસ્તારમાં રહેતા રોહિત રમેશભાઇ વાધેલા, સીરોજ ઉર્ફે ઉંદરડી રફીક નાગોરી, કિશન ઉર્ફે બીટુ રમેશભાઇ પરમાર ઉપર ચોરી શંકા રાખી ખારવો કોળી, જુનેદ કસાઇ, મુના બચુ, ટાટમ, પીન્ટુ, બગી સહિતનાં 15 થી 20 લોકો અપહરણ કરી ગયા હતાં. ત્રણેય યુવાનને માર મારી ચોરી કબુલી લેવા અને ચોરીની ચીજ વસ્તુનાં રૂપિયા પડાવી લેવા ઢોર માર માર્યો હતો. તેમજ રોહીત વાધેલાને ગુપ્ત ભાગે તથા આખા શરીરમાં ઇલેકટીક શોક આપી જીવલેણ ઇજા પહોંચાડી હતી.

X
કોથળાની લાશનું રહસ્ય અકબંધ છે ત્યાં વધુ બે યુવાન ગુમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App