તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરણ પોષણનાં કેસમાં પતિને 355 દિવસની સજા ફટકારાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં પત્ની અને સંતાનોને ખાધા ખોરાકી ચુકવવાનો કોર્ટે આદેશ કર્યો હોવા છતા 35 મહિના સુધી ખાધા ખોરાકીની રકમ નહી ચુકવનાર ભાવનગર સિન્ધી સમાજનાં પ્રમુખનાં પુત્રને કોર્ટે 355 દિવસની સજા ફટકારી છે, જેલમાં ધકેલી દીધો છે. જૂનાગઢનાં ધનવંતીબેનનાં લગ્ન ભાવનગરનાં દિપકભાઇ રંગલાણી સાથે થયા હતાં. બાદ વકીલ મહેશ એન. શર્મા મારફત ધનવંતીબેને તેના પતિ દિપકભાઇ સામે ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો,જેમાં કોર્ટે પત્ની અને બે પુત્રોની ખાધા ખોરાકી માટે રૂપિયા 6000 ચુકવવા આદેશ કર્યો હતો. પરંતુ પતિએ 35 મહિના સુધી કોઇ પ્રકારની રકમ આપી ન હતી અને આ રકમ પોતાનાં પિતા કનૈયાલાલને આપી હોય પરંતુ તે રકમ કનૈયાલાલે કોર્ટમાં જમા ન કરાવતા ધનવંતીબેને કોર્ટમાં અરજી કરી હતી. ભરણ પોષણનો કેસ પ્રિન્સીપાલ જજ ફેમીલી કોર્ટ એસ.એન. સિંગલની કોર્ટમાં ચાલી જતા પતિ દિપકભાઇને 355 દિવસની જેલની સજા ફટકારી હતી અને પોલીસે અટક કરી જેલ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...