તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરવાડમાંથી વિદેશી દારૂની 216 બોટલ સાથે 1 ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે બંધ દુકાનની અગાશી પર દારૂનો જથ્થો છુપાવેલ એલસીબીએ કુલ 1,06,820નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જૂનાગઢ એલસીબી જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ હતી. તે દરમિયાન ચોરવાડ ગામમાં બસ સ્ટેશન પાસે આવતા જુંડ ભવાની માતાજીનાં મંદીરની સામે વડાલા પાસે બંધ દુકાનની અગાસી પર કોઈ શખ્સોએ દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળી હતી. તે જગ્યાએથી દિનેશ ઉર્ફે દિનું વિરાભાઈ વાજા મળી આવ્યો હતો. અને દુકાનની અગાસી પરથી કિંંમત રૂ. 28800ની વિદેશી બોટલ નંગ 216 , બે બાઈક , બે મોબાઈલ ફોન તેમજ રોકડ રૂ 21020 મળી કુલ 106820 મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબીના આર.કે.ગોહીલ, એમ.જી.અખેડ, એસ.એ.બેલીમ, દાનાભાઈ જીણાભાઈ, રોહીતભાઈ રામકુભાઈ, યશપાલસિંહ સુરેન્દ્રસિંહ, ઈન્દ્રજીત સિંહ રણવિરસિંહ વગેરેએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...