તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સિવીલમાં રેડીયોલોજીસ્ટનાં અભાવે દર્દીઓનું 1 મહિનાનું વેઇટીંગ લિસ્ટ

સિવીલમાં રેડીયોલોજીસ્ટનાં અભાવે દર્દીઓનું 1 મહિનાનું વેઇટીંગ લિસ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં અપુરતા સ્ટાફને કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે અને સારવાર લેવા ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. શહેરની સિવલ હોસ્પિટલમાં 4 જિલ્લામાંથી સારવાર લેવા આવતા દર્દીઓને પુરતી સારવાર મળતી નથી. પુરતા તબીબો ન હોવાને કારણે દુર-દુરથી આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હોસ્પિટલ નવી બનાવવામાં આવી પરંતુ પુરતો સ્ટાફ ફાળવવામાં આવ્યો નથી. હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટ તબીબ ન હોવાને કારણે ખાનગી સેક્ટરમાંથી 2 કલાક માટે રેડીયોલોજીસ્ટ તબીબ બોલાવવામાં આવે છે. આથી સોનોગ્રાફીના દર્દીઓને સારવાર માટે લાંબી રાહ જોવી પડે છે. સોનોગ્રાફી માટે રોજના 150 જેટલા દર્દીઓ આવે છે તેમાંથી 2 કલાકમાં માત્ર 50 જેટલા દર્દીઓની જ સોનોગ્રાફી કરવામાં આવે છે. બાકીના દર્દીઓને તારીખ આપી દેવામાં આવે છે. આથી દુર-દુરથી સોનોગ્રાફી માટે આવતા દર્દીઓને ધરમના ધક્કા ખાવા પડે છે અને સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી માટે ના છુટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે.

જૂનાગઢ

માંગે

તંદુરસ્ત

અન્ય સમાચારો પણ છે...