• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ગિરનારમાં અન્નક્ષેત્ર ઘણા છે, કલા ક્ષેત્રો નથી માટે કલા

ગિરનારમાં અન્નક્ષેત્ર ઘણા છે, કલા ક્ષેત્રો નથી માટે કલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગિરનારમાં અન્નક્ષેત્ર ઘણા છે, કલા ક્ષેત્રો નથી માટે કલા ક્ષેત્રો બનાવવાની જરૂર છે તેમ જાણીતા લેખક નરોત્તમ પલાણે જણાવ્યું હતું. જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ રૂપાયતન ખાતે લબ્ધ પ્રતિષ્ઠિત લેખક સાથે મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્ય અકાદમી અને રૂપાયતના સંયુકત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમમાં 25 થી વધુ પુસ્તકો લખનાર નરોત્તમ પલાણનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગોચિત વકતવ્યમાં નરોત્તમ પલાણે જણાવ્યું હતું કે નકારાત્મક વાતોને કાઢી હકારાત્મક વાતોને અપનાવો તો સમાજની પ્રગતિ થશે. 1745 થી 1947 સુધી મુસ્લિમ શાસન હોવા છતાં કયાંય હિન્દુ મુસ્લિમના ઝઘડા થતા ન હતા.પોતાની નવલકથા હું- હું વિશે જણાવ્યું હતું કે તે મારી પીડા વ્યકત કરે છે. ωજ્ઞાતિનું, જાતિનું, ધર્મનું વળગણ છોડી આગળ વધીએ એ જ સમયની માંગ છે.60 વર્ષ પછી પણ દલીત-ઉચ્ચ જ્ઞાતિના ભેદભાવ કાઢી નથી શકયા તે બાબતે દુ:ખ વ્યકત કર્યું હતું. રૂપાયતના હેમંત નાણાવટી, રમેશ મહેતા, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશચંદ્ર,નિરંજન રાજ્યગુરૂ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરના કલા રસીકોની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...