• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મેડીકલની ચોથી બેચમાં 150 છાત્રોને એડમિશન માટે MCIની લીલીઝંડી

મેડીકલની ચોથી બેચમાં 150 છાત્રોને એડમિશન માટે MCIની લીલીઝંડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ મેડીકલ કોલેજમાં હાલ ત્રીજી બેચ ભણી રહી છે. આગામી વર્ષ 2018 માં નવી ચોથી બેચમાં 150 નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. ત્યારે તેની પ્રક્રિયા માટેની મંજૂરી મળી ગઇ છે. તાજેતરમાંજ એમસીઆઇની ટીમ દિલ્હીથી ઇન્સ્પેક્શન માટે આવી હતી. જેણે આ મંજૂરી આપી છે. આ અંગેની વિગતો આપતાં જૂનાગઢની જીએમઇઆરએસ મેડીકલ કોલેજનાં ડીન ડો. સુરેશ પી. રાઠોડે જણાવ્યું હતું કે, તાજેતરમાંજ તા. 11 અને 12 ડિસેમ્બર 2017નાં રોજ દિલ્હીથી એમસીઆઇની ટીમ અહીં ઇન્સ્પેક્શન માટે આવી હતી. જૂનાગઢ મેડીકલ કોલેજની ચોથી બેચનાં 150 વિદ્યાર્થીઓની બેચને એડમિશન માટે અનુમતિ આપવી કે નહીં એના માટેનું આ ઇન્સ્પેક્શન હતું. અને તેનો રીપોર્ટ પણ આવી ગયો છે. જે સફળ નિવડ્યો છે. આથી હવે વર્ષ 2018 માં 150 વિદ્યાર્થીઓની ચોથી બેચને એડમિશન આપવાનો રસ્તો ક્લિયર થઇ ગયો છે. હાલ અહીં ત્રીજી બેચ અભ્યાસ કરી રહી છે.

750 વિદ્યાર્થીઓ ભણે એટલે કોલેજ ફૂલફ્લેજ ગણાશે | હાલ અહીં ત્રીજી બેચ ભણે છે. આ વર્ષે નવા 150 વિદ્યાર્થીઓ આવશે એ ચોથી બેચ આવશે. અને ત્યારપછી 2019 માં જેમને એડમિશન મળશે એ પાંચમી બેચ હશે. આ બેચ આવી જતાં જૂનાગઢ મેડીકલ કોલેજ ફૂલ ફ્લેજમાં ચાલુ થઇ ગયેલી ગણાશે. એ વખતે તેમાં 750 વિદ્યાર્થીઓ ભણતા હશે.

અન્ય સમાચારો પણ છે...