રેલ્વે નિયમોનું ઉલંઘન કરનારા પાસેથી 6,34,556 દંડ વસુલ્યો

મુસાફરોની સુરક્ષાને લઇ આરપીએફની ઉમદા કામગીરી 13 બેગ, 13 મોબાઇલ,1 લાખથી વધુ રોકડ મુસાફરોને પરત કર્યા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:41 AM
રેલ્વે નિયમોનું ઉલંઘન કરનારા પાસેથી 6,34,556 દંડ વસુલ્યો
સામાન્ય રીતે રેલ્વે ચોરી, લૂંટ અને અકસ્માતના બનાવો વધારે થતા હોય છે. આવા બનાવોને અટકાવવા માટે આરપીએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આથી હવે રેલ્વેની સુરક્ષામાં વધારો થયો છે. જૂનાગઢ આરપીએફ જવાનોની ઉમદા કામગીરીને લઇને અનેક લોકોને પોતાના માલ-સામાન સાથે રોકડ નાણાં અને મોબાઇલ પરત મળી ગયા છે. જૂનાગઢ આરપીએફ જવાનો દ્વારા લાયસન્સ વગરના ટ્રેનમાં ચીજવસ્તુઓનું વેચાણ કરવું, વિકલાંગોના ડબ્બામાં અન્ય લોકોને મુસાફરી કરવી, રેલ્વે સ્ટેશનમાં ગંદકી કરવી, રેલ્વે સ્ટેશનમાં આડેધડ વાહનો પાર્ક કરવા તેમજ ટ્રેનમાં બેસવા કે ચડવામાં બેદરકારી દાખવનાર સહિત રેલ્વેના નિયમનું ઉલઘંન કરનાર લોકોને છેલ્લા દોઢ વર્ષમાં 6,34,556 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. તે ઉપરાંત રેલ્વે સુરક્ષાને વધારવા માટે 182 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. આથી મુસાફરોને કાંઇ પણ તકલીફ પડે તો હેલ્પલાઇનનો સહારો લઇ મુશ્કેલીમાં રાહત મેળવી શકે છે. તે ઉપરાંત આરપીએફ જવાનો દ્વારા દોઢ વર્ષમાં મુસાફરોને 13 બેગ, 13 મોબાઇલ અને 1 લાખથી વધુ રોડક રકમ પરત કરી ઉમદા કામગીરી કરી છે.

X
રેલ્વે નિયમોનું ઉલંઘન કરનારા પાસેથી 6,34,556 દંડ વસુલ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App