પ્રતિબંધીત પ્લાસ્ટિક રાખતા વેપારીઓને 5500નો દંડ કર્યો

હવે પ્લાસ્ટિક પકડાશે તો થશે પોલીસ ફરિયાદ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:41 AM
પ્રતિબંધીત પ્લાસ્ટિક રાખતા વેપારીઓને 5500નો દંડ કર્યો
પ્લાસ્ટિક મુકત જૂનાગઢ અંતર્ગત મનપા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ પાસેથી 5500નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. આ અંગે આસિ. કમિશ્નર ઓફ ટેક્ષ પ્રફુલ કનેરીયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અનેક વખત વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા ન રાખવા કે ઉપયોગ ન કરવા જણાવાયું હતું. દરમિયાન કમિશ્નર પ્રકાશ સોલંકીની સૂચનાથી ફરી શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના અનેક વિસ્તારોમાં મેડીકલ સ્ટોર્સ, ફ્રુટના વેપારી, ફુલ વેંચવા વાળા સહિતના 40થી વધુ વેપારીઅોને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વેપારીને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા આવા વેપારીઅો પાસેથી 5500નો દંડ વસુલ કરવામાં આવ્યો છે તેમજ તાકીદ પણ કરવામાં આવી છે કે જો હવે આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક મળશે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

X
પ્રતિબંધીત પ્લાસ્ટિક રાખતા વેપારીઓને 5500નો દંડ કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App