સિવીલમાં પ્રથમ દિવસે સિટી-સ્કેનની 10 દર્દીએ સારવાર લીધી

દર્દીઓને સિટીસ્કેન માટે ખાનગી હોસ્પિટલમાં ધક્કા નહીં ખાવા પડે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:41 AM
સિવીલમાં પ્રથમ દિવસે સિટી-સ્કેનની 10 દર્દીએ સારવાર લીધી
જૂનાગઢના મજેવડી ગેઇટ નજીક 250 કરોડના ખર્ચે નવી સિવીલ હોસ્પિટલ બનાવવામાં આવી છે અને 6 માસ પહેલા અહીંયા હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હોસ્પિટલમાં અપુરતા સ્ટાફ સાથે સુવિધા પુરતી ન હોવાનું સામે આવ્યું હતું. 6 માસ પહેલા શરૂ કરાયેલી હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ આવતા હોવાથી તંત્ર અને નેતાઓ દોડતા થઇ ગયા હતા અને હોસ્પિટલની સુવિધામાં વધારો કર્યો હતો. હોસ્પિટલમાં સિટીસ્કેન મશીન ન હોવાથી દર્દીઓને સિટી સ્કેન માટે ખાનગી હોસ્પિટલનો સહારો લેવા પડતો હતો. પરંતુ તા.23 ઓગષ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવીલ હોસ્પિટલના લોકાર્પણ માટે આવતા હોવાથી તંત્ર ફરી દોડતું થઇ ગયું છે અને હોસ્પિટલમાં કરોડો રૂપિયાની કિંમતનું સિટીસ્કેન મશીન પણ આવી ગયું છે. આજથી સિટીસ્કેન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે જ 10 દર્દીઓએ સારવાર લીધી હતી. ત્યારે હવે હોસ્પિટલમાં સિટીસ્કેન મશીન આવી જતા દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડશે નહી.

X
સિવીલમાં પ્રથમ દિવસે સિટી-સ્કેનની 10 દર્દીએ સારવાર લીધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App