શિષ્યવૃતિનાં ફોર્મ ભરવા રોજ 300થી વધુ લોકોને ઘસારો

બાંધકામ શ્રમિકોની શિષ્યવૃતિ મેળવવા લાગતી લાઇનોનો મામલો અનેક ખાલી પડેલી ઓફિસોની પણ માંગણી કરાઇ છે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:41 AM
શિષ્યવૃતિનાં ફોર્મ ભરવા રોજ 300થી વધુ લોકોને ઘસારો
બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના બાળકોને સરકાર દ્વારા શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ માટે ફોર્મ ભરી પરત કરવાના હોય છે. જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર કેન્દ્ર જૂનાગઢ બસ સ્ટેન્ડ નજીકની ગિરીરાજ સોસાયટીમાં ફાળવવામાં આવ્યું છે જયાં ફોર્મ મેળવવા દરરોજના 300થી વધુ લોકોનો ધસારો રહે છે. આ અંગે બાંધકામ શ્રમયોગી કલ્યાણકારી યોજનાના રિજીયોનલ નિરીક્ષક બાલુભાઇ દુધાતે જણાવ્યું હતું કે અમે સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે કે મોટી ઓફિસ અને વધારે સ્ટાફ ફાળવવામાં આવે જેથી કામગીરી ઝડપથી થાય અને લોકોને લાંબી લાઇનોમાં ઉભવું ન પડે અને તેમનો કિંમતી સમય પણ બરબાદ ન થાય. આ અંગે જૂનાગઢમાં ખાલી પડેલી ઓફિસોની પણ માંગણી કરી છે પરંતુ કોઇ નિર્ણય ન થતા લોકોને હેરાનગતિ થાય છે. જો સરકાર માત્ર મોટી ઓફસો અને વધુ સ્ટાફ ફાળવે તો લાંબી લાઇનોમાંથી તમામને છૂટકારો મળી રહે.

ભાસ્કર ફોલોઅપ

X
શિષ્યવૃતિનાં ફોર્મ ભરવા રોજ 300થી વધુ લોકોને ઘસારો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App