મિતડીનાં દલિત યુવાનનાં જૂનાગઢમાં આમરણાંત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદર તાલુકાનાં મિતડી ગામમાં પેશકદમી અને શરત ભંગનાં મુદ્દે દલિત યુવાને જૂનાગઢનાં કાળવા ચોકમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.

માણાવદર તાલુકાનાં મિતડી ગામે જમીન પર પેશ કદમી અને શરતભંગનાં આક્ષેપ સાથે વિપુલભાઇ વાછાણી અને મિયાત્રા ચેતને જૂનાગઢનાં કાળવા ચોકમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. મિતડીમાં પેશકદમી અંગે રજુઆત કરવામાં આવી હતી. દાનમાં મળેલી જમીનમાં બાંધકામ કરવામાં આવ્યું છે. બાંધકામ મંજુરીમાં પંચાયતને અંધારામાં રાખી નિયમ વિરૂધ્ધ બાંધકામ થયું છે અને બાંધકામની શરતોનો ભંગ થયો છે. આ અંગે પંચાયતે પગલા લેવા જોઇએ. પરંતુ પેશકદમી કરનાર વગ ધરાવતા હોય પગલા લેવામાં આવ્યા નથી.પંચાયત દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...