જૂનાગઢમાં સંગ્રહાલય સપ્તાહની ઉજવણી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં તા. 18 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન સંગ્રહાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. તેમજ ઉજવણી દરમિયાન નવાબીકાળની ઝાંખી દર્શાવતું તસ્વીર પ્રદર્શન પણ રાખવામાં આવશે. જૂનાગઢનાં ઐતિહાસિક વારસો સંગ્રહાલયમાં છે. સરદાર બાગમાં આવેલા સંગ્રહાલયમાં નવાબીકાળની ઐતિહાસિક વસ્તુઓનો સંગ્રહ થયો છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૂનાગઢ સંગ્રહાલય દ્વારા સંગ્રહાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. તા. 18 જાન્યુઆરીનાં સવારેથી સંગ્રહાયલ સપ્તાહનો પ્રારંભ થશે. તા. 25 જાન્યુઆરી સુધી સંગ્રહાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત સંગ્રહાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત નવાબીકાળની ઝાંખી દર્શાવતું તસ્વીર પ્રદર્શન પર ખુલ્લુ મુકવામાં આવશે. પહેલા આ સંગ્રહાલય દિવાન ચોકમાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષથી તેનું સ્થળાંતર કરી સરદારબાગ પાસે ખસેડવામાં આવ્યું છે. હાલ શૈક્ષણિક પ્રવાસનાં કારણે અહીં ભીડ જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં અહીં લોકો ઓછા જોવા માટે આવે છે. દિવાન ચોકમાં સંગ્રહાલય હતુ ત્યારે લોકોની ભીડ રહેતી હતી. સંગ્રહાલય દુર થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...