કેેરાળા ગામની સગીરાનું અપહરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરાળા ગામની સગીરાને ગામનો જ યુવાન લગ્ન કરવાના બદઈરાદે અપહરણ કરી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસમાંથી મળેલી માહિતી મુજબ, કેરાળા ગામની માતાને તેના ભાઈને મારી નાખવાની ધમકી ‌આપી બળજબરીથી તેની સગીર 16 વર્ષની દીકરીને લગ્ન કરવાના બદઈરાદાથી મુકેશ નાનજી પરમાર બાઈક ઉપર ઉઠાવી ગયો હતો.અપહરણ થ‌નાર સગીરાની માતાને મુકેશ પરમારે ધક્કો મારી પછાડી દેતા તેને સામાન્ય ઈજા પહોચી હતી.આ બનાવ માં સગીરાની માતાએ મુકેશ નાનજી પરમાર સામે અપહરણની ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ બંંનાવની તપાસ પી.એસ.આઈ પી.એન.ગામેતી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...