કેશોદમાં દારૂડીયા શખ્સે પ્રૌઢને પથ્થર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં દારૂડીયા શખ્સે બાઈક ચાલક પ્રૌઢને પથ્થરનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદમાં રહેતા ખીમજીભાઇ વીરાભાઇ પરમાર બાઇક લઇને નીકળતા ઇન્દીરાનગરનાં નાકા પાસે દારૂ પીધેલી હાલતમાં આવેલા અજય છગન રાઠોડે બળજબરીથી બાઇકમાં બેસવાની કોશીષ કરતા ખીમજીભાઇએ ના પાડતા તેમને પછાડી દઇ પથ્થરથી ઘા મારી ડાબા કાનની બાજુમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...