તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ચોરવાડની જનતાને બારેમાસ પીવાલાયક પાણી પુરું પાડો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરવાડની જનતાને બારેમાસ પીવાલાયક પાણી પુરું પાડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોરવાડનીજનતાને થોડા સમયથી પાલીકા દ્વારા વિતરણ થતું પાણી ડહોળું અને પીવા લાયક હોય તેવું મળતું હોવાથી વ્યાપક ફરિયાદ ઉઠી હતી. ત્યારે પાલીકા પ્રમુખે ચોરવાડ-વાસીઓને બારેમાસ પીવાલાયક પાણી મળી રહે તે માટે જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી છે.

ચોરવાડમાં પીવાનાં પાણીનો કોઇ સ્ત્રોત હોવાનાં કારણે હાલ પાણી પુરવઠા બોર્ડ અને ગટર યોજના દ્વારા જૂનાગઢથી મહી-નર્મદા પાઇપલાઇનનાં ગળોદર હેડ વર્કસમાંથી પીવાનું પાણી બારેમાસ મળે છે. જોકે, થોડા સમયથી પાણીની ગુણવતા બગડતા રહિશોમાંથી વ્યાપક ફરિયાદ પણ ઉઠી હતી. ત્યારે ચોરવાડ પાલિકા પ્રમુખ વિમલ ચુડાસમાએ અંગે કલેકટર તથા પાણી પુરવઠા બોર્ડને કેશોદને લેખિતમાં જાણ કરી પાણીની ગુણવતામાં સુધારો કરવા જણાવવામાં આવ્યું છે.આ અગાઉ પણ અંગે રજૂઆતો કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે સમયે જો પાણીની ગુણવતા નહી સુધરે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે. તેમ વધુમાં જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે,છેલ્લા થોડા સમયથી દુર્ષીત પાણી તો આવી રહ્યું છે. પરંતુ બાબતે અગાઉ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. જો કે, મહી- નર્મદાનું પાણી જો ફિલ્ટર કરીને પહોંચાડવામાં આવે તો લોકો રોગોથી બચી શકે તેમ છે.

પાણીજન્ય રોગો પગ પેસારો કરે એવી સેવાતી ભિતી

પાલિકાપ્રમુખે પત્રમાં એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે, જો સમયે પાણીની ગુણવતા નહી બદલવામાં આવે તો પાણીજન્ય રોગોનો શહેરમાં પગપેસારો થઇ જશે અને જેના કારણે લોકોનું આરોગ્ય જોખમાવાની પુરી શક્યતા હોવાનો ભય પણ વ્યક્ત કર્યો હતો.

નગરપાલિકા પ્રમુખે ઉચ્ચકક્ષાઅે કરી રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો