તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • 10 કરોડનું ફૂલેકું ફેરવનાર અને મકાનનાં રૂપિયા આપી 19 લાખની છેતરપીંડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 કરોડનું ફૂલેકું ફેરવનાર અને મકાનનાં રૂપિયા આપી 19 લાખની છેતરપીંડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રૂપિયા 500,600નાં હપ્તાની 6 સ્કીમ બહાર પાડી હતી

જૂનાગઢમાં લોભામણી સ્કીમમાં 10,000 લોકોનાં નાણાં ફસાયા

જૂનાગઢનાંજેનીલી શોપીંગ સેન્ટરમાં ઇનામી ડ્રોની પેઢી શરૂ કરી વેપારીઓ અને લોકોને લોભામણી સ્કીમ આપી રૂપિયા 10 કરોડનું ફૂલેકું ફેરવવા બદલ રણજીતસીંઘ આયલસીંઘાણી અને તેના પરિવાર સામે ફરીયાદ નોંધાઇ છે. ઘટના બાદ સીંધી વેપારીઓે આજે એકઠા થયા હતા. અને ચોંકાવનારી વિગતો આપી હતી. તેમજ વેપારી અને લોકોનાં 10 કરોડથી વધુ રૂપિયા ડુબ્યાની વિગતો આપી હતી. રણજીતસીંઘ આયલસીંઘાણીએ ઇનામી ડ્રોની જુદી-જુદી સ્કીમ બહાર પાડી હતી. સ્કીમમાં 500 થી 5,555 સભ્ય બનાવવામાં આવતા હતા. તેમજ એક સ્કીમમાં મહિને રૂપિયા 500 અને 600નાં હપ્તા હતા. સભ્યે 24 થી 30 હપ્તા ભરવાનાં થતા હતા. પ્રકારે આખું નેટવર્ક ઉભું કરી લોકોને છેતરવામાં આવ્યા હતા. એટલું નહીં, નંદલાલ છતવાણીએ રણજીતસીંઘ આયલસીંઘાણી પાસેથી ગાંધીગ્રામમાં એક મકાન ખરીદ્યું હતું. જેના 19 લાખ રૂપિયા આપ્યા હતા. રૂપિયા પણ તેઓ લઇને જતા રહ્યા છે.

વિકલાંગ પત્નીનાં વીમાનાં મળેલા રૂપિયા ગયા

પ્રેમભાઇવઘવાણીએ કહ્યું હતું કે, મેં રૂપિયા 500 અને 600ની સ્કીમનાં પાંચ કાર્ડ લીધા હતા. અને બન્ને સ્કીમનાં મળી કુલ 44 હપ્તા ભર્યા હતા. તેમજ વિકલાંગ પત્નિનાં વિમાનાં રૂપિયા જે મળ્યા હતા. તે પણ સ્કીમમાં રોકયા હતા. જે ગયા છે.

50હજાર મજુરીનાં અને 2.64 લાખ સ્કીમમાં ગયા

સલીમભાઇપલેજાએ કહ્યું હતું કે, રણજીતસીંઘનાં મકાનમાં મેં કલરનું કામ રાખ્યું હતું. જેના 50 હજારની મજુરી આપી નથી. તેમજ મને વિશ્વાસમાં લઇ સ્કીમમાં જોડ્યો હતો. અને મારા વિસ્તારનાં 22 સભ્યોને પણ જોડ્યા હતા. મારી મજુરી ઉપરાંત બધાનાં મળી 2.64 લાખ સ્કીમમાં ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો