તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીસી ટિવી કેમેરામાં ઘટના કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાત્રીનાં 1:47એ ગાડીમાં માલ ભરી નાસી ગયો : તાળા તોડ્યા નથી ખુલ્યા છે

જૂનાગઢમાં ફૂલેકું ફેરવનારનાં મકાન પર તેના ભત્રીજાનો કબ્જો

જૂનાગઢમાંવેપારીનાં રૂપિયા લઇ નાસી જનારનાં મકાનમાં જેના રૂપિયા ગયા તેવા લોકોએ કબ્જો કર્યાની વાતને સીંધી લોકોએ નકારી હતી. અને આક્ષેપ કર્યો હતો કે, તેના મકાનમાં તેના ભત્રીજાએ કબ્જો કર્યો છે. તેમજ તે રાત્રીનાં નાસી ગયો ત્યારે ગાડીમાં તેને મૂકવા પણ ગયો હતો. મકાનનાં તાળાં તૂટ્યા નથી. તેને ખોલીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો છે. સીંધી વેપારી નંદલાલભાઇ છતવાણીએ જણાવ્યું હતું કે, હાલ તેવી વાત થઇ રહી છે કે, જેના રૂપિયા ગયા એવા લોકોએ મકાન અને દુકાનમાં કબ્જો કરી લીધો છે. ખરેખર એવું નથી. મકાન અને દુકાન પર તેના ભત્રીજાએ કબ્જો કર્યો છે. જે રાત્રીનાં રણજીતસીંઘ આયલસીંઘાણી નાસી ગયો હતો. ત્યારે એક ગાડી તેને મૂકવા ગઇ હતી. તેજ ગાડી પરત આવી હતી. તેમાંથી એક વ્યક્તિએ મકાનનાં તાળા ખોલી કબ્જો કર્યો છે. તમામ ઘટના સોસાયટીની વાડીનાં સીસી ટીવી કેમેરામાં કેદ થયેલી છે. કબ્જો કરનાર રણજીતસીંઘનો ભત્રીજો થાય છે. 70 લાખ આપવાની વાત કરી કબ્જો કરી લીધો છે.

મારી નાખવાની ધમકી આપી છે

નંદલાલભાઇછતવાણીએ કહ્યું કે, મકાનનાં રૂપિયા લઇ દસ્તાવેજ કરી આપતા મેં ઉધરાણી કરી હતી. બાદમાં મને ફોન કરી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો