તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં ભુવાએ પ્રૌઢના રૂા 11.50 લાખ સેરવી લીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ટીંબાવાડીમા રહેતા અને માતાજીના ભુવાએ ધોરાજીના પ્રોઢ પાસેથી ઘર્મની આડમાં એકના ડબલ કરવાની લાલચ આપી હતી.અને રૂા11.50 લાખ રૂપિયા સેરવી લીધા હતા.જોકે બે માસ બાદ પણ રકમ પરત કરી નહતી.આ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે શખ્સને ઝડપી લીધો હતો.

અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરનાં ટીંબાવાડી નજીક દરગાહ પાસે રહેતા મુળ જામનગરના જનકભાઇ ઉર્ફે બાપુ મધુભાઇ હાડા માતાજીના અને પીરના ભુવા હોય અને બીમારી તથા અન્ય ધાર્મિક વિધીના નામે લોકો પાસેથી રૂપિયા લેતો તેમજ એક માસમાં અેકના ડબલ કરવાની લાલચમાં લોકો પાસેથી રૂપિયા ખંખેરતો હતો. આવી રીતે તેણે ધોરાજીના છત્રાસાના જયેન્દ્રસિંહ દિલીપસિંહ સરવૈયા પાસેથી બે માસ પહેલા ધર્મની અાળમાં રૂ 11.50 લાખ રૂપિયા લીધા હતા.અને 15થી30 દિવસમાં ડબલ કરી આપવાની લાલચ આપી હતી.જોકે રકમ બે માસ બાદ પણ પરત કરતા શખ્સ સામે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અંગે પોલીસ સ્ટેશનના પીઅેસઆઇ બી.ડી જાડેજાએ તપાસ હાથ ધરી હતી.અને શખ્સને બાતમીના આધારે ટીંબાવાડી ગોેશાળા પાસેથી ઝડપી લીધો હતો. અને આગળની તજવીજ હાથ ધરી હતી. આજે પણ લોકો ધાર્મીક લાગણીમાં આવી જઈ ખોટા ભુવા ભરાડામાં ભરમાઈ જતા હોય છે અને પોતાની મહેનતથી કમાયેલી કમાણી લાલચે ખોઈ બેસતા હોય છે.

ધર્મની આડમાં પ્રૌઢને વિશ્વાસમાં લીધા હતા

પંદર દિ’ માં એકના ડબલ કરી દેવાની લાલચ આપી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો