તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • સરકાર સર્વે કામગીરીમાં વિલંબ કરતી હોવાનો કિસાન સંઘનો આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર સર્વે કામગીરીમાં વિલંબ કરતી હોવાનો કિસાન સંઘનો આક્ષેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મગફળીનો છોડ ઉપાડતા મુંડા નિકળે છે

મુંડા ઉપદ્રવથી નિષ્ફળ પાકનો તાત્કાલિક સર્વે થવો જોઇએ

હાલમાંમગફળીનાં પાકમાં મુંડાનાં ઉપદ્રવનાં કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. મોંઘા બીયારણ, દવા અને ખાતરનાં મોટા ખર્ચ કરી મહામહેનતથી પાક ઉછેરવામાં આવ્યો હોય અને તેમાં મુંડાની જીવાત આવતા પાક નિષ્ફળ જાય છે. ત્યારે સરકારે ખેડૂતોને થયેલી નુકશાનીનો સર્વે કરી પાકવિમો ચુકવાય દિશામાં પગલા લેવા ભારતીય કિશાન સંઘનાં મનસુખભાઇ પટોળીયા તેમજ ઉકાભાઇ પટોડીયા સહિતનાં સભ્યોએ ખેતિવાડી અધિકારીને રજૂઆત કરી છે. જોકે, રજૂઆત કરવામાં વધાવીનાં ખેડૂતો અશોકભાઇ કનારા તેમજ કારાભાઇ પણ હતા.

કિશોન સંઘની રજૂઆતમાં જણાવ્યાનુસાર દરેક સીઝનની પાક શીયાળો, ઉનાળો કે ચોમાસામાં ખેતી પાકનું નુકશાનીનું સર્વે કરવાનાં ખુલ્લા પરીપત્રો રાજ્ય સરકારનાં છે. ત્યારે પાકમાં ગમે ત્યારે નુકશાની ભોગવતા ખેડૂતોનો વારો આવે ત્યારે સર્વે કરવામાં વિલંબ કરવામાં આવે છે. જેનાથી ખેડૂતોને મોટુ નુકશાન થાય છે. કારણ કે, ખેતીપાક ઉભો હોય ત્યારે સમયસર સર્વેની કામગીરી થવી જોઇએ. પાછળથી સર્વે કરાય તો ખેડૂતોએ એક પાક કાઢીને બીજો પાક વાવી દીધો હોય છે. તેથી ખેડૂતોને નુકશાનીનું વળતર મળતું નથી. માટે હાલ મુંડાનાં કારણે સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને નિષ્ફળ પાકને લીધો નુકશાની વેઠવી પડી છે. સર્વે કરી પાકવીમો ચુકતો કરવા જોઇએ. જો તાકિદે કામગીરી હાથ નહી ધરાય તો ખેડૂતો આંદોલનનો માર્ગ પણ અપનાવશે.

જગતનો તાત બેહાલ

તંત્રને આવેદન પત્ર પાઠવવા આવેલા ખેડુતો તસ્વીર- મેહુલ ચોટલીયા

ખેડૂતોને પાકમાં મુંડાનાં નિયંત્રણ માટે કેવા પગલા લેવા જોઇએ ? |એ અંગેજૂનાગઢ કૃષિ યુનિ.નાં મુખ્ય તેલીબિયા વિભાગ દ્વારા કેટલાક સુચનો કરાયા છે. જે પ્રમાણે કલો પયરીફોશ 20 ટકા ઇ.સી. અથવા કવિનાલ ફોશ 25 ટકા ઇ.સી. હેકટર દીઠ 4 લીટર દવા પિયત સાથે આપવાથી નિયંત્રણ મળે છે. જો પિયતની સગવડનાં હોય તો કલોપાયરીફોશ 20 ટકા ઇ.સી. 25 મીલી દવા 10 લીટર પાણીમાં ભેળવી મિશ્રણને મગફળીનાં મુળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે ડ્રેન્ચીંગ કરવાથી પણ નિયંત્રણ મળે છે અથવા કલોપાયરીફોશ 20 ઇ.સી. 4 લીટર દવા 5 લીટર પાણીમાં ઓગાળી મિશ્રણને 100 કિલો રેતામાં ભેળવી હેકટર દિઠ છોડનાં થડ પાસે પુખાવાથી પણ નિયંત્રણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો