તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • પાકને રંઝાડતા પશુઓને પકડી ફોરેસ્ટની કચેરીમાં છોડી મૂકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકને રંઝાડતા પશુઓને પકડી ફોરેસ્ટની કચેરીમાં છોડી મૂકાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લામાં વન વિભાગને તાકિદ કરવામાં આવે કે ઉભા પાકને નુકશાન કરતા જંગલી જનાવરોને દુર ખસેડે તેમજ નુકશાનીનું વળતર પણ ચુકવવા સર્વે હાથ ધરે એવી રજૂઆત જિલ્લા ખેતિવાડી અધિકારીને કિશાન સંઘ દ્વારા કરવામાં આવી છે.

જંગલી જનાવરોનો ત્રાસ વધી જતાં ખેડૂતાનાં ઉભા પાકને નુકશાન પહોંચાડી રહ્યા છે. એક તરફ મુંડાનાં કારણે ખેતરોમાં પાક ફેઇલ થઇ રહ્યો છે. ત્યારે વધારામાં જંગલી પશુઓ પાકનો સોંથ વાળી રહ્યા છે. છેવટે નુકશાનનો ખેડૂતોને થઇ રહ્યું છે. જેનો તલાટી દ્વારા કે ગ્રામ સેવક દ્વારા સર્વે હાથ ધરી રેકર્ડ બનાવવામાં આવે જેથી આવનાર દિવસોમાં ફસલ યોજના અંતર્ગત ખેડૂતોને પાકવીમો ચુકવી શકાય. જંગલ ખાતા દ્વારા દરેક જગ્યાથી જંગલી જનાવરો દિવસ-10માં પકડવામાં આવે અને ખેડુતોને ત્રાસમાંથી મુકત કરવામાં આવે તે જંગલી જનાવરોને દિવસ-10માં પકડવાની કાર્યવાહી નહી થાય તો નાછુટકે ખેડુતો ખેતીમાં નુકશાન કરતા આવા જંગલી જનાવરો પકડીને જંગલખાતાની કચેરીમાં છોડી મુકશે. ઉપરાંત ખેતી સાધનો વસાવવામાં સરકાર દ્વારા સબસીડી આપવા 6 થી 8 માસ થયા ખુલ્લી પાઇપ લાઇન તેમજ અન્ય સાધનોની સબસીડી જમા થયેલા નથી. તો તાત્કાલિક અસરથી જે ખેડૂતોનની સબસીડીની રકમ બાકી હોય તે ખેડૂતોનાં ખાતમાં જમા કરી આપવા પણ કિશાન સંઘ દ્વારા રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો