તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • મેંદરડામાં બહુમાળી ઇમારતનાં કબજા પ્રકરણમાં 6 વિરૂદ્ધ રાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેંદરડામાં બહુમાળી ઇમારતનાં કબજા પ્રકરણમાં 6 વિરૂદ્ધ રાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેંદરડામાંએક બહુમાળી ઇમારતનાં કબજા પ્રકરણમાં માલીકનાં પક્ષમાં કોર્ટે ચુકાદો આપતાં તેઓ પોલીસ રક્ષણ સાથે જગ્યા ખાલી કરાવવા ગયેલ ત્યારે 6 શખ્સોએ માથાકુટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મેંદરડાનાં પટેલ સમાજ પાસેની એક શેરીમાં આવેલ સર્વે નં.2404ની 364/80 ચો.મી. જમીન કેશોદનાં વેરાવળ રોડ પર પીએમ નગરમાં રહેતા દરબાર યુવાન યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજાએ વેંચાતી લીધી હતી અને બાદમાં જગ્યા પર રહેણાંક હેતુથી શ્રીકુંજ નામની બહુમાળી ઇમારત બનાવવાનું કામ શરૂ કર્યુ હતું. દરમિયાન જગ્યાનાં જુના માલીક માથાભારે શખ્સોને સાથે રાખી અવાર-નવાર આવી બાંધકામ અટકાવેલ. આથી ગાંગજીભાઇ કરશનભાઇ પાનસુરીયાએ જૂનાગઢ કોર્ટ તથા હાઇકોર્ટમાં દાવો દાખલ કરેલ જેને બંને કોર્ટે ફગાવી દઇ યુવરાજસિંહનાં પક્ષમાં ચુકાદો આપતાં યુવરાજસિંહ ગત તા.27-8નાં પોલીસ રક્ષણ સાથે એપાર્ટમેન્ટમાં રહેતા 6 શખ્સોએ માથાકુટ કરેલ. બાદમાં યુવરાજસિંહ તા.3-9નાં તેના બે મામા સાથે મેંદરડાથી કેશોદ જઇ રહયાં હતાં ત્યારે નતાળીયા જવાનાં માર્ગ પર મેંદરડાનાં ભીખા ગાંગજી પાનસુરીયા, જૂનાગઢનાં પબા હમીર રબારી, દીલો રબારી, કરશન રબારી, વિજુ પાંચા ઉર્ફે કાળો રબારી અને વંથલીનાં લુશાળાનાં પબા વાસણ ડાંગરે રોકીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. શખ્સો દ્વારા ગેરકાયદેસર એપાર્ટમેન્ટ પડાવી લેવા ધમકી આપતા હોવાની યુવરાજસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસે 6 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઇ ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, ભુ-માફિયાઓની હેરાનગતિનો વધુ એક કિસ્સો ફરિયાદ પરથી બહાર આવ્યો હતો. ત્યારે આગળ પોલીસે કામગીરી શરૂ કરી છે.

ઉચ્ચકક્ષાએ ફરિયાદ છતા અપાતી ધમકીઓ

રાજયનાંગૃહમંત્રી, ડીજી કક્ષા સુધી ફરિયાદો કરેલ અને જગ્યા ખરીદી લીધેલી હોવા છતાં આરોપી પોતાની સાથે ભુમાફિયાઓને રાખી ખંડણીની માંગણી કરી ધમકી આપતા રહે છે એમ યુવરાજસિંહે જણાવ્યું હતું.

પોલીસ રક્ષણ સાથે જગ્યા ખાલી કરાવવા જતા થઇ’તી માથાકુટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો