તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં 12 વર્ષથી પાક. દંપતી રહેતું’તું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાંછેલ્લા 12 વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની દંપતી સામે એસઓજીએ કાર્યવાહી કરી પોલીસમાં વિઝા ભંગનો ગુનો નોંધાવ્યો હતો.

જૂનાગઢ એસઓજીનાં પીએસઆઇ એમ.એસ.ગોહીલ અને સ્ટાફે ગુરૂવારે ચોકકસ બાતમીનાં આધારે તપાસ કરતાં કેશોદમાં ગાંધીનગર સોસાયટી, પ્રિન્સ એપાર્ટમેન્ટનાં બ્લોક નં.104માં રહેતા અને મુળ પાકિસ્તાનનાં કરાંચીમાં મકરીમાબાદ સોસાયટીનાં વતની મોમના હાસમભાઇ કાનજીભાઇ સમનાણી (ઉ.વ.75) અને તેમનાં પત્ની મોતીબેન ઉર્ફે ગુલશનબેન ઉર્ફે ગુલબાનુ (ઉ.વ.75) અનુક્રમે વિઝા નં.પી253002 તથા પી253003 અંતર્ગત પાકિસ્તાન જવાનું હોય તેમ છતાં છેલ્લા 12 વર્ષથી કેશોદ ખાતે અનઅધિકૃત રીતે વસવાટ કરતાં હોવાનું માલુમ પડતાં બંને વિરૂધ્ધ વિઝા ભંગ કર્યાનો ગુનો નોંધાવતા પીએસઆઇ ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ અત્યાર સુધી કેમ અજાણ રહી..?

પાકિસ્તાનીદંપતી છેલ્લા 12 વર્ષથી કેશોદમાં વસવાટ કરતું હોય અને 2004 થી વિઝાની મુદત પુરી પણ થઇ ગઇ હતી ત્યારે સ્થાનિક પોલીસ બાબતે કેમ અજાણ રહી..? સવાલ લોકોમાંથી ઉઠયાં છે.

વર્ષ 2004થી વિઝા પૂરા થઇ ગયા હતાં : એસઓજીની કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો