તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વંથલી શહેરનાં આધેડે આર્થિક ભીંસથી કંટાળી જીવન સંકેલ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલી શહેરનાં આધેડે આર્થિક ભીંસથી કંટાળી જીવન સંકેલ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વંથલીનાંભાણાવાવ ચોક વિસ્તારમાં રહેતા આધેડે ધંધો ચાલતો હોય પુત્રનાં ભવિષ્યની ચિંતા અને આર્થિક ભીંસમાં માનસીક હતાશામાં આવીને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા અરેરાટી પ્રસરી હતી.

વંથલીનાં ભાણાવાવ ચોક વિસ્તારમાં રહેતા આધેડ લક્ષ્મીદાસભાઇ દેવજીભાઇ આજકીયા (ઉ.વ.50) જૂનાગઢનાં મધુરમ પાસે લારીમાં ડુંગળી - બટેટાનો વેપાર કરતાં હોય અને તેમનો પુત્ર જૂનાગઢમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હોય તેમજ તેમનાં પત્ની ખેત મજુરી કરતાં હોય પરંતુ સતત આર્થિક સંકડામણ અને પુત્રનાં ભવિષ્યની ચિંતામાં માનસીક હતાશામાં આવી જઇ ગુરૂવારનાં રાત્રીનાં ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા પરિવાર આઘાતમાં હતપ્રભ બન્યો હતો.

પીપલાણાનાં પ્રૌઢનું કુવામાં પડી જતાં મોત

☻માણાવદરનાંપીપલાણાનાં પ્રૌઢ વલ્લભભાઇ ચોટલીયા શુક્રવારે વંથલીનાં નાના કાજલીયાળા ગામે રહેતા જમાઇનાં ઘરે આવેલ અને સવારે વાડીએ ચક્કર મારવા ગયેલ ત્યારે અકસ્માતે પગ લપસી જતાં કુવામાં પડી જવાથી તેમનું મોત નિપજયું હતું.

ધંધો બરાબર ચાલતો હોઈ પુત્રનાં ભવિષ્યની ચિંતા સતાવતી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો