તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • કેન્દ્ર સરકારનાં ટોલ બુથમાં રાહદારી ગાડીઓનો ટેક્સ રદ કરવામાં આવે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્ર સરકારનાં ટોલ બુથમાં રાહદારી ગાડીઓનો ટેક્સ રદ કરવામાં આવે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા કેટલાક વખતથી ચર્ચાનાં એરણે ચડેલ

જુડાનાં વિવાદાસ્પદ નકશાને રદ કરવા વધુ એક રજૂઆત

જૂડાનાંવિવાદાસ્પદ નકશાને દુર કરવા માટે જૂનાગઢનાં ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂએ મુખ્યમંત્રી વિજયરૂપાણીને રજૂઆત કરી છે અને નક્શો રદ કરવા માંગ પણ કરી છે. મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું હતું કે, જુડા દ્વારા સરકારમાં જે નવો નકશો મોકલવામાં આવ્યો છે. તે ખામી ભરેલો છે. અનેક નાના ખેડૂતોની ફળદ્રુપ જમીનો કપાતમાં જતી રહે છે. તેને કારણે ખેડૂતો બેહાલ બની રહેશે. જૂડાનાં નવા નકશાની સામે ગ્રામ્ય તથા શહેરી લોકોએ લગભગ 6 હજાર જેટલા વાંધા સુચનો લેખિતમાં આપ્યા છે. જેમાંથી એકપણ વાંધા સુચનો સાંભળવામાં આવ્યા નથી. આમ, જૂડાનાં વિવાદાસ્પદ નકશાને રદ કરી નવેસરથી સૌને વિશ્વાસમાં લઇ નક્શો બનાવવામાં આવે એવી માંગણી ધારાસભ્યએ કરી હતી.

ઉપરાંત કેન્દ્ર સરકાર હસ્તકનાં ટોલબુથ ચાલુ છે. ત્યાં વાહન-ચાલકોએ ટેક્ષ ભરવો પડે છે. રાજકોટ-જૂનાગઢ-સોમનાથ વગેરે જેવા ટોલબુથો ઉપર ટેક્સ લેવામાં આવે છે. ત્યારે કેન્દ્ર હસ્તકનાં ટોલનાકાઓ પરથી પસાર થવા વાહનોને ટેક્સ મુક્તિ મળે તે માટે પણ રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો