• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કેશોદ પંથકનાં કેવદ્રા ગામમાં મજમુ કુવાની બાબતમાં બે ભાઇ બાખડ્યાં

કેશોદ પંથકનાં કેવદ્રા ગામમાં મજમુ કુવાની બાબતમાં બે ભાઇ બાખડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાં કેવદ્રા ગામે મજમુ કુવાનાં મનદુ:ખમાં ભાઇની સગા ભાઇએ માર મારી ઇજા પહોંચાડી હતી. જયારે વંથલીનાં ધણફુલીયામાં આધેડને બે શખ્સોએ માર માર્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશોદનાં કેવદ્રા ગામે રહેતા સુનિલભાઇ છગનભાઇ ખાણીયા અને કિશન બંને સગાભાઇઓ થતાં હોય મજમુ કુવાનાં અગાઉનાં મનદુ:ખમાં કિશને તેના ભાઇ સુનિલભાઇને ઢીકાપાટુ અને પાઇપ વડે માર મારી ડાબા પગમાં ઇજા પહોંચાડી હતી. તેમજ શરીરનાં અન્ય ભાગોમાં પણ મુંઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી હતી. જયારે વંથલીનાં ધણફુલીયા ગામે રહેતા હરજીવનભાઇ નાનજીભાઇ ચાવડાનાં બાઇક આડે બે અજાણ્યા શખ્સોએ પોતાનાં હવાલાનું ફોરવ્હીલ ઉભુ રાખી લાકડાનાં ધોકાથી માર મારી ડાબા હાથ અને જમણા પગમાં ઇજા પહોંચાડી શરીરે આડેધડ માર માર્યો હતો. તેમજ તે સુરેશ બજાણીયાની દુકાન ભાડે કેમ રાખેલ છે તેમ કહી ભુંડી ગાળો આપી નાસી ગયા હતા. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી પીએસઆઇ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય એ છે કે, સામાન્ય એવી બાબતમાં બે ભાઈઓ વચ્ચે મારામારી થતા પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...