તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં રખડતા ઢોરનાં મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં રખડતા ઢોરનાં મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તંત્રને સદ્દબુદ્ધિ આવે તે માટે યજ્ઞ કર્યો : છાવણીનાં બેનરમાં ફોન નંબર લગાડ્યા

કમિશ્નર,મેયરને લોકોનાં ફોનનો મારો

જૂનાગઢમાંરખડતા ઢોરનાં મુદ્દે ઉપવાસ આંદોલન શરૂ થયુ છે. આંદોલનનાં ત્રીજા દિવસે કોર્પોરેશનને સદ્દબુધ્ધી આવે તે માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો.તેમજ ઉપવાસ છાવણીમાં બેનરમાં કમિશ્નર અને મેયરનાં મોબાઇલ નંબર લખવામાં આવ્યા છે. છાવણીએ આવતા લોકો કમિશ્નર અને મેયરને ફોન કરી ઢોરનાં ત્રાસમાંથી મુક્તી આપવા કહી રહ્યા છે.આજે લોકોને સતત ફોનનો મારો ચલાવ્યો હતો.આવતીકાલે સીઅેમને પત્ર લખવામાં આવશે. જૂનાગઢ ખેડૂત હિત રક્ષક સમિતી અને જન જાગૃતી સમિતી દ્વારા રખડતા ઢોર મુદ્દે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.ઉપવાસનાં ત્રીજા દિવસે કોર્પોરેશન તંત્રને સદ્દબુધ્ધી યજ્ઞ કરવામાં આવ્યો હતો.યજ્ઞ પ્રસંગે અતુલ શેખડા, પ્રવિણ મકવાણા સહિતનાં હાજર રહ્યા હતા.તેમજ આજે છાવણીમાં કમિશ્નર અને મેયરનાં મોબાઇલ નંબર લખેલા બેનર લગાવડામાં આવ્યા હતા.જેમાં લોકોએ ફોન કર્યા હતા.આ અંગે અતુલ શેખડાએ જણાવ્યું હતુ કે, સવારેથી મેયર અને કમિશ્નરને લોકોઅે સતત ફોન કર્યા હતા.શરૂઆતમાં તો લોકોનાં ફોન ઉપાડ્યા હતા. બાદ જવાબ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતુ. આવતીકાલે સવારની મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો