તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • પાજોદની જીનીંગ પેઢીએ બે કરોડનું ઉઠમણું કર્યુ’તું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાજોદની જીનીંગ પેઢીએ બે કરોડનું ઉઠમણું કર્યુ’તું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણાવદરનાંપાજોદ ગામની જીનીંગ પેઢીએ બે કરોડનું ઉઠમણું કર્યાનો કિસ્સો પોલીસ દફતરેથી બહાર આવ્યો છે. 86 થી વધુ ખેડુતો સાથે છેતરપીંડી કરનાર 4 શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

માણાવદરનાં પાજોદમાં જીનીંગ મીલ ધરાવતા વિઠ્ઠલ કરશન સવાણી, મયુર વિઠ્ઠલ સવાણી, કિશોર વલ્લભ સવાણી અને ગોપાલ વલ્લભ સવાણીએ વર્ષ 2013થી 2016 દરમિયાન જમનાદાસ ડઢાણીયા સહિતનાં 86 થી વધુ ખેડુતો પાસેથી કપાસ ખરીદ કરી તેનાં પૈસા આપી બે કરોડનું ઉઠમણું કરી ખેડુતો સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાતા બાંટવાનાં પીએસઆઇ પાલીયાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જયારે કેશોદનાં ફુવારા ચોકમાં યુવાન પાર્થ હરદાસભાઇ ભોપાળાનાં મકાનનું રીનોવેશન કામ ચાલુ હોય રેતી ફેરવતા હતાં ત્યારે દીગપાલ માનસીંગ પરમારાને હરપાલ માનસીંગે અહીં કેમ જેસીબી રાખેલ છે એમ કહી લાકડીથી માર માર્યો હતો. જયારે બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે ચારેય વિરૂધ્ધ ફરિયાદ નોંધી હે.કો. રામોલીયાએ તપાસ હાથ ધરી છે.

86 થી વધુ ખેડુતો સાથે કરી છેતરપીંડી : 4 શખ્સ સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો