તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • મેંદરડામાં બહુમાળી ઇમારતનાં કબ્જા પ્રકરણમાં 6 વિરૂદ્ધ રાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેંદરડામાં બહુમાળી ઇમારતનાં કબ્જા પ્રકરણમાં 6 વિરૂદ્ધ રાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેંદરડામાંએક બહુમાળી ઇમારતનાં કબજા પ્રકરણમાં માલીકનાં પક્ષમાં કોર્ટે ચુકાદો આપતાં તેઓ પોલીસ રક્ષણ સાથે જગ્યા ખાલી કરાવવા ગયેલ ત્યારે 6 શખ્સોએ માથાકુટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મેંદરડાનાં પટેલ સમાજ પાસેની એક શેરીમાં આવેલ સર્વે નં.2404ની 364/80 ચો.મી. જમીન કેશોદનાં વેરાવળ રોડ પર પીએમ નગરમાં રહેતા દરબાર યુવાન યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજાએ વેંચાતી લીધી હતી અને બાદમાં જગ્યા પર રહેણાંક હેતુથી શ્રીકુંજ નામની બહુમાળી ઇમારત બનાવવાનું કામ શરૂ કર્યુ હતું. દરમિયાન જગ્યાનાં જુના માલીક માથાભારે શખ્સોને સાથે રાખી અવાર-નવાર આવી બાંધકામ અટકાવેલ. આથી ગાંગજીભાઇ કરશનભાઇ પાનસુરીયાએ જૂનાગઢ કોર્ટ તથા હાઇકોર્ટમાં દાવો દાખલ કરેલ જેને બંને કોર્ટે ફગાવી દઇ યુવરાજસિંહનાં પક્ષમાં ચુકાદો આપતાં યુવરાજસિંહ ગત તા.27-8નાં પોલીસ રક્ષણ સાથે એપાર્ટમેન્ટમાં રહેતા 6 શખ્સોએ માથાકુટ કરેલ. બાદમાં યુવરાજસિંહ તા.3-9નાં તેના બે મામા સાથે મેંદરડાથી કેશોદ જઇ રહયાં હતાં ત્યારે નતાળીયા જવાનાં માર્ગ પર મેંદરડાનાં ભીખા ગાંગજી પાનસુરીયા, જૂનાગઢનાં પબા હમીર રબારી, દીલો રબારી, કરશન રબારી, વિજુ પાંચા ઉર્ફે કાળો રબારી અને વંથલીનાં લુશાળાનાં પબા વાસણ ડાંગરે રોકીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

શખ્સો દ્વારા ગેરકાયદેસર એપાર્ટમેન્ટ પડાવી લેવા ધમકી આપતા હોવાની યુવરાજસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસે 6 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઇ ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લામાં ભૂમાફિયાઓનો ત્રાસ વધ્યો છે.

ઉચ્ચકક્ષાએ ફરિયાદ છતા અપાતી ધમકીઓ

રાજયનાંગૃહમંત્રી, ડીજી કક્ષા સુધી ફરિયાદો કરેલ અને જગ્યા ખરીદી લીધેલી હોવા છતાં આરોપી પોતાની સાથે ભુમાફિયાઓને રાખી ખંડણીની માંગણી કરી ધમકી આપતા રહે છે એમ યુવરાજસિંહે જણાવ્યું હતું.

પોલીસ રક્ષણ સાથે જગ્યા ખાલી કરાવવા જતા થઇ’તી માથાકુટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો