તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જમ્મુ કાશ્મીરના અતિ સંવેદનશીલ પુંચ સેકટરમાં આવેલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમ્મુ -કાશ્મીરના અતિ સંવેદનશીલ પુંચ સેકટરમાં આવેલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરનાથ પ્રવાસનાં ગૃપમાં 8 વ્યક્તિઓ 70વર્ષથી વધારે ઉંમરના હતાં

જૂનાગઢના 18 યાત્રાળુઓના ગૃપે બુઢ્ઢા અમરનાથની યાત્રા સંપન્ન કરી

જમ્મુઅને કશ્મીરના અત્યંત સંવેદનશીલ વિસ્તાર એટલે પુંચ સેક્ટર છે.ત્યાં બુઢ્ઢા અમરનાથ ભગવાનનું મંદિર આવેલું છે.જૂનાગઢના 18 વ્યક્તિઓના ગૃપે બુઢ્ઢા અમરનાથની યાત્રા સંપન્ન કરી છે.અા ગૃપમાં 8 સભ્યો એવા હતાં કે જે 70 વર્ષથી વધારે ઉંમરના હતાં.આપણે ત્યાં અમરનાથ ભગવાનની યાત્રાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.પરંતુ અમરનાથની યાત્રા કઠિન અને જોખમી હોય છે.તે રીતે જમ્મુ અને કશ્મીરમાં આવેલા પુંચ સેક્ટરમાં બુઢ્ઢા અમરનાથ ભગવાનનું મંદિર આવેલું છે.આ યાત્રા વર્ષમાં માત્ર 10 દિવસ શક્ય બને છે.જે સંપુર્ણપણે લશ્કરની એરકોર્ટ સાથે કરવાની હોય છે અને આતંકવાદની દ્રષ્ટિએ અત્યંત જોખમી છે.પુંચથી પાકિસ્તાનની સરહદ માત્ર 2 કિ.મી.દૂર છે.ત્યારે જૂનાગઢનું 18 વ્યક્તિઓના ગૃપે સારી રીતે બુઢ્ઢા અમરનાથની યાત્રા સંપન્ન કરી છે.પુંચ સેક્ટરમાં તમામ યાત્રાળુઆેનું સન્માન કરવામાં આવ્યું હતું.આ ગૃપમાં 8 સભ્યો 70 થી વધુ વર્ષના હતાં અને તેમણે તંદુરસ્તીથી યાત્રા સંપન્ન કરી હતી.આ તકે ગૃપ લીડર હેમાબેન શુક્લએ જણાવ્યું હતું કે,તમામ સશક્ત અને સંપન્ન ભારતીયજને રાષ્ટ્રહીતમાં જીવનમાં એકવાર અવશ્યપણે યાત્રા કરવી જોઇએ.

પ્રવાસીઓએ અનેક તીર્થધામનાં દર્શન કર્યા હતાં. તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો