તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધર્મની આડમાં પ્રૌઢને વિશ્વાસમાં લીધા હતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંદર દિવસમાં એકના ડબલ કરી છેતરવાનો વધુ એક કિસ્સો

જૂનાગઢમાં પ્રૌઢનાં 11.50 લાખ સેરવી લેનાર ભૂવો ઝડપાયો

જૂનાગઢનાટીંબાવાડીમા રહેતા અને માતાજીના ભુવાએ ધોરાજીના પ્રોઢ પાસેથી ઘર્મની આડમાં એકના ડબલ કરવાની લાલચ આપી હતી.અને રૂા11.50 લાખ રૂપિયા સેરવી લીધા હતા.જોકે બે માસ બાદ પણ રકમ પરત કરી નહતી.આ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે શખ્સને ઝડપી લીધો હતો.

ટીંબાવાડી નજીક દરગાહ પાસે રહેતા મુળ જામનગરના જનકભાઇ ઉર્ફે બાપુ મધુભાઇ હાડા માતાજીના અને પીરના ભુવા હોય અને બીમારી તથા અન્ય ધાર્મિક વિધીના નામે લોકો પાસેથી રૂપિયા લેતો તેમજ એક માસમાં અેકના ડબલ કરવાની લાલચમાં લોકો પાસેથી રૂપિયા ખંખેરતો હતો. આવી રીતે તેણે ધોરાજીના છત્રાસાના જયેન્દ્રસિંહ દિલીપસિંહ સરવૈયા પાસેથી બે માસ પહેલા ધર્મની અાળમાં રૂ 11.50 લાખ રૂપિયા લીધા હતા.અને 15થી30 દિવસમાં ડબલ કરી આપવાની લાલચ આપી હતી.જોકે રકમ બે માસ બાદ પણ પરત કરતા શખ્સ સામે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અંગે પોલીસ સ્ટેશનના પીઅેસઆઇ બી.ડી જાડેજાએ તપાસ હાથ ધરી હતી.અને શખ્સને બાતમીના આધારે ટીંબાવાડી ગોેશાળા પાસેથી ઝડપી લીધો હતો. અને આગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો