તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • મહાનગરપાલિકાએ 3 દિવસમાં 27 રખડતા ઢોરને ડબ્બે પૂર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાનગરપાલિકાએ 3 દિવસમાં 27 રખડતા ઢોરને ડબ્બે પૂર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આવનાર દિવસોમાં પણ ઢોર પકડવાની કામગિરી ચાલુ રહેશે

શહેરમાંરખડતા પશુઓનો ત્રાસ વધી જતા આખરે બે દિવસ અગાઉ કોર્પોરેશને રસ્તા પર અડીંગો જમાવીને બેસતા પશુઓને પકડવાનું શરૂ કર્યું છે. ત્રણ દિવસનાં અંતે કોર્પોરેશને 27 રખડતા ઢોરને પકડી પાંજરે પુર્યા છે અને હજુપણ ઢોર પકડવાની કામગીરી કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે.

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ એટલો વધી ગયો હતો કે તેઓ માનવ જીંદગીને પણ ભરખી રહ્યા હતા. વડાલ પાસે એક યુવાન આખલા સાથે ટક્કર ખાઇ મોતને ભેટયો હતો. અગાઉ મધુરમ વિસ્તારમાં પણ એક મહિલા ઢોરને લીધે મરણને શરણ થઇ હતી. ઉપરાંત જીવલેણ ઘટના સીવાય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચાડવાનાં કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા હતા ત્યારે અનેક રજુઆતો, ફરીયાદો અને રખડતા ઢોરનાં મુદે ઉપવાસ આંદોલન સુધ્ધા શહેરીજનોને કરવાની ફરજ પડતા કોર્પોરેશન હરકતમાં આવ્યું અને છેલ્લા ત્રણ દિવસથી રાત્રીનાં સમયે શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી ઢોરને પકડી પાંજેર પુરવામાં આવી રહ્યા છે. ત્રણ દિવસમાં કોર્પોરેશન દ્વારા આશરે 27 જેટલા ઢોર ડબ્બે પુરાયા છે. મ્યુ.કમિશ્નરની સુચનાથી અતુલ મકવાણા અને ટીમ ભારે જહેમતથી ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. કમિશ્નર રવિશંકરે જણાવ્યું હતું કે, પશુપાલકોએ પોતાનાં પશુઓ રખડતા મુકવા નહી અને માલિકીની જગ્યા પર રાખવા. અન્યથા મહાનગર પાલિકા દ્વારા તેમને પકડી તમારી પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ નિલેશ ધુલેશિયાએ કહ્યું હતું કે, ગાય આપણી માતા છે અને ગૌ વંશ સાચવવો તે આપણી ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો