તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ રીપોર્ટર. જૂનાગઢ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર. જૂનાગઢ

જૂનાગઢનાંજેનીલી શોપીંગ સેન્ટરમાં ઇનામી ડ્રોની પેઢી શરૂ કરી વેપારીઓ અને લોકોને લોભામણી સ્કીમ આપી રૂપિયા 10 કરોડનું ફૂલેકું ફેરવવા બદલ રણજીતસીંઘ આયલસીંઘાણી અને તેના પરિવાર સામે ફરીયાદ નોંધાઇ છે. ઘટના બાદ સીંધી વેપારીઓે આજે એકઠા થયા હતા. અને ચોંકાવનારી વિગતો આપી હતી. તેમજ વેપારી અને લોકોનાં 10 કરોડથી વધુ રૂપિયા ડુબ્યાની વિગતો આપી હતી. રણજીતસીંઘ આયલસીંઘાણીએ ઇનામી ડ્રોની જુદી-જુદી સ્કીમ બહાર પાડી હતી. સ્કીમમાં 500 થી 5,555 સભ્ય બનાવવામાં આવતા હતા. તેમજ એક સ્કીમમાં મહિને રૂપિયા 500 અને 600નાં હપ્તા હતા. સભ્યે 24 થી 30 હપ્તા ભરવાનાં થતા હતા. પ્રકારે આખું નેટવર્ક ઉભું કરી લોકોને છેતરવામાં આવ્યા હતા. ફૂલેકામાં 10 હજાર લોકોનાં રૂપિયા ફસાયાનો દાવો વેપારીઓએ કર્યો હતો. એટલું નહીં, નંદલાલ છતવાણીએ રણજીતસીંઘ આયલસીંઘાણી પાસેથી ગાંધીગ્રામમાં એક મકાન ખરીદ્યું હતું. જેના 19 લાખ રૂપિયા આપ્યા હતા. રૂપિયા પણ તેઓ લઇને જતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો