તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢનાં ઇવનગર અને મેંદરડા રોડને ટીંબાવાડી પાસે જોડવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢનાં ઇવનગર અને મેંદરડા રોડને ટીંબાવાડી પાસે જોડવા માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલાલાજવા માટે ઇવનગર -મેંદરડા થઇને પણ જઇ શકાય છે. હાલ ઇવનગર મેંદરડા રોડ અતિબિસ્માર છે. તેમજ ઇવનગર મેંદરડા વચ્ચે એક સુચિત બાયપાસ પણ મંજૂર થઇ ગયો છે. પરંતુ હાલ કામ આગળ વધતુ નથી. ઇવનગર મેંદરડા રોડને ટીંબાવાડી પાસે જોડવામાં આવે તો શહેરમાંથી ટ્રાફીક ઓછો થઇ શકે તેમ છે. અંગે ખેડૂત હિત રક્ષક સમીતીનાં અતુલભાઇ શેખડાએ ડીડીઓને રજૂઆત કરી છે.

ઇવનગર મેંદરડા રોડ આગળ જતા સાસણ ગીર, તાલાલા, ઉના અને દીવને જોડતો રસ્તો છે.પરિણામે રસ્તા ઉપર ટ્રાફિક રહે છે. પરંતુ રસ્તા પર ઇવનગર જવા માટે જૂનાગઢ શહેરમાંથી પસાર થવું પડે છે. જો રસ્તાને ઇવનગર થી ટીંબાવાડી પાસે જોડવામાં આવે તો જૂનાગઢ શહેરમાંથી પસાર થવાને બદલે જૂનાગઢ બાયપાસ પર ટ્રાફીક ડાયવર્ડ કરી શકાય તેમ છે. રસ્તો જૂનાગઢ ખેતીવાડી કેમ્પસમાંથી પસાર કરવામાં આવે તો કોઇ પણ જમીન સંપાદનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી.વહેલી તકે ઇવનગર -મેંદરડા રોડને ટીંબાવાડી પાસે જોડવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો