તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢમાં સાૈ પ્રથમ વખત યોજવામાં આવશે ઓપન ગુજરાત શ્વાન પ્રદર્શન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં સાૈ પ્રથમ વખત યોજવામાં આવશે ઓપન ગુજરાત શ્વાન પ્રદર્શન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કૃષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ અને જેસીઆઇ મહિલા પાંખ દ્વારા

ગુજરાતભરનાં પાલતુ શ્વાનો સ્પર્ધામાં ભાગ લેશે : સર્વશ્રેષ્ઠ શ્વાનને રોકડ પુરસ્કાર અપાશે

જૂનાગઢમાંશનિવારે કૃષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ અને જેસીઆઇ મહિલા પાંખ દ્વારા પ્રથમવાર ઓપન ગુજરાત શ્વાન પ્રદર્શનનું આયોજન કરાયું છે. શ્વાન પ્રદર્શનમાં ગુજરાતભરના શ્વાનપ્રેમીઓ દ્વારા તેમના પાલતુ શ્વાનને સ્પર્ધામાં લાવશે. સર્વશ્રેષ્ઠ શ્વાનને રોકડ પુરસ્કાર અાપવામાં આવશે.

જૂનાગઢમાં જેસીઆઇ જૂનાગઢ મહિલા તથા કૃષિ યુનિવર્સિટીની વેટરનરી અેન્ડ હસ્બન્ડરી કોલેજના સંયુક્ત ઉપક્રમે સોેપ્રથમવાર ઓપન ગુજરાત શ્વાન પ્રદર્શન (ડોગ શો)નું આયોજન શનિવારે બપોરે 3 વાગ્યે વેટરનરી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે.

ડોગ શોમાં ગુજરાત ભરમાંથી શ્વાન શોખીન લોકો તેના પાલતુ શ્વાનને શો માં રજુ કરશે . ઉત્કૃષ્ટ શ્વાનના માલિકને રોકડ ઇનામ આપવામાં આવશેે.બાદમાં વેટરનરી કોલેજના તજજ્ઞો દ્વારા પાલતુ પ્રાણીઓને વૈજ્ઞાનિક ઢબે જાળવણી અને શ્વાનમાં જોવા મળતા રોગ અને તેની સારવાર સહીતની જાણકારી આપવામાં આવશે.

સ્પર્ધાનું અાયોજન કરવામાં એનિમલ ન્યુટ્રીશીયન હેડ ડો.કે.એસ મુર્તી,જેસીઆઇ જૂનાગઢ મહિલા પાંખના પ્રમુખ જયશ્રી વેકરીયા,તથા વેટરનરી કોલેજના ડિન ડો.પી.એચ ટાંક તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ મહાનગરમાં અત્યાર સુધી કયારેય પણ શહેરનાં ઇતિહાસમાં શ્વાન કે સ્પર્ધા યોજાઇ નથી. જૂનાગઢ વાસીઓ માટે સ્પર્ધા એક નવીન નજરાણું ચોક્કસ બની રહેેશે. શ્વાન પ્રદર્શન અને સ્પર્ધાને નિહાળવા માટે માત્ર જૂનાગઢ નહીં પરંતુ આસપાસનાં વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં શ્વાન પ્રેમીઓ કૃષિ યુનિવર્સિટી આવી પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો