તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • નરસિંહ મહેતા તપ કરવા ગયા એે દિવસ એટલે તપ પ્રયાણ દિન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નરસિંહ મહેતા તપ કરવા ગયા એે દિવસ એટલે તપ પ્રયાણ દિન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભકિત સંગીત ,પ્રભાત ફેરી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતિની ભાવભેર થશે ઉજવણી

જૂનાગઢમાંભકત કવિ નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતિની ઉજવણી કરવામાં આવશે. પ્રસંગે ભકિત સંગીત,પ્રભાત ફેરી સહિતના બે દિવસીય કાર્યકમો યોજાનાર છે.

જૂનાગઢમાં અાદ્યકવિ અને ભકત નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે.

જૂનાગઢ વડનાગર જ્ઞાતિસભા સંચાલીત નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને મહાનગર સેવા સદન જૂનાગઢના સંયુકત ઉપક્રમે ભકિત સભર કાર્યક્રમ યોજાનાર છે.

જેમાં 2 એપ્રિલને રવિવારે સાંજના 5/30 કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે ભકિત સંગીતનો કાર્યક્રર્મ રજૂ થશે. અા કાર્યક્રમમાં નિધી ધોળકીયા અને કલાવૃંદ પોતાની કલા રજુ કરી ઉપસ્થિતોને કૃષ્ણમય બનાવશે.જયારે 3 એપ્રિલને સોમવારે પ્રભાત ફેરી નરસિંહ યાત્રા યોજાશે.

શહેરના આઝાદચોક સ્થિત જલારામ બાપાના મંદિરેથી પંચ હાટડી,સુખનાથ ચોક થઇ મહેતાજીના ચોરા સુધી યોજાનાર પ્રભાત ફેરીમાં મોટી સંખ્યામાં નરસિંહ પ્રેમી જોડાશે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ શશીન નાણાવટી અને મંત્રી ધવલ વસાવડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

નાગર સમાજમાં નરસૈયાની તપપ્રયાણ જયંતિને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો