તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લાની ૪૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે

જૂનાગઢજિલ્લાની ૪૯ ગ્રામ પંચાયતની ચુંટણી તા.8 એપ્રીલના રોજ યોજાવાની છે. રાજયની ૧૮૨૮ ગ્રામ પંચાયતની ચુંટણી માટે રાજય ચુંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ તા.૧૮ માર્ચના રોજ ચુંટણીની નોટીસ જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવશે.ચુંટણી અધિકારીએ ચુંટણી નોટીસ પ્રસિધ્ધ કરવાની તારીખ તા.18 માર્ચ અને ઉમેદવારીપત્રો રજુ કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ અને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 25માર્ચ ના રોજ રહેશે.મતદાનની તારીખ અને સમય તા.8એપ્રિલ ના રોજ સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી રહેશે. અને પુન મતદાનની તારીખ જરુર તા.10 એપ્રિલ અને મતગણતરીની તારીખ 11 એપ્રિલ રહેશે. ગ્રામ પંચાયતની ચુંટણીની આચારસંહિતા અમલમાં આવ્યો છે.

ચુંટણીમાં પણ નોટો અમલમાં રહેશે.આ ગ્રામ પંચાયતની સામાન્ય, મધ્યસત્ર, પેટા ચુંટણીમાં ઇવીએમના ઉપયોગથી મતદાન લેવામાં આવશે.

ગ્રામ પંચાયતની ચુંટણી યોજવાના અધિકારો પ્રાંત અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યા હોય જે તે તાલુકાની ગ્રામ પંચાયતના જાહેરનામા અને પ્રક્રિયાની વિગતો તેમના દ્વારા જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો