તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલખામાં ભાગવત સપ્તાહમાં 150 ગામના લોકો જોડાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંત સંમેલન, સંતવાણી,ભંડારો યોજાશે

બિલખાગામે ભકત ચેલૈયા ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ, સંત સંમેલન,સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાનાર છે. ચેલૈયા ધામના મહંત રામરૂપ દાસજીના માર્ગદર્શન હેઠળ 20 થી 26માર્ચ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાનાર છે. ભાગવત સપ્તાહમાં કાશી બનારસમાં વેદાભ્યાસ કરેલ શાસ્ત્રી અનીલ પ્રસાદ જોષી કથાનું રસપાન કરાવશે.150 ગામના લોકો ભાગવત કથાનું રસપાન કરશે. 20 થી 25 માર્ચ દરમિયાન દરરોજ સંતવાણીના કાર્યક્રમ રજૂ થશે જેમાં ગુજરાતભરના સંતવાણીના કલાકારો સાહિત્યની રસ લહાણી પીરસશે.કથા શ્રવણ માટે આવતા ભકતો માટે દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આતકે મંત્રી જયેશ રાદડીયા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુ ધ્રૃવ,જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા,વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા,જિલ્લા વિકાસ અધિકારી અજય પ્રકાશ, કમિશ્નર વી.જે. રાજપુત,પ્વિત્ર યાત્રધામ વિકાસ બોર્ડના ડિરેકટર યોગી પઢિયાર તેમજ સૌરાષ્ટ્રભરની ધાર્મિક જગ્યાના સંતો મહંતોની ઉપસ્થિતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો