તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • શહેરમાં 100 બાળકો ધાર્મિક અને જાહેર સ્થળે ભીખ માંગતા જોવા મળે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં 100 બાળકો ધાર્મિક અને જાહેર સ્થળે ભીખ માંગતા જોવા મળે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ કેવી રીતે પહોંચ્યા ? જેની પાસે કામ કરે વ્યક્તિ પાસે નથી વાલીપણાનાં પુરાવા

જૂનાગઢમાં યુપી-બિહારનાં બાળકો પાસે કરાવાય છે ભીક્ષાવૃતિ

શહેરમાંઅંદાજે 100 બાળકો ભીખ માંગે છે. યુપી, બિહાર ઉપરાંત કેટલાક બાળકો દાહોદ, ગોધરા બાજુનાં પણ છે. બાળકો ભીખ માંગવાની સાથે મજુરી કામ પણ કરે છે. નાના બાળકો જૂનાગઢ કેવી રીતે પહોંચ્યા પણ એક સવાલ છે. ઉપરાંત જે મહિલા અને વ્યક્તિ પાસે બાળકો છે તેની પાસે બાળકોનાં વાલીપણા અંગેનાં કોઇ આધાર પુરાવા પણ નથી. જૂનાગઢમાં ખાસ કરીને ભવનાથ, દામોદર કુંડ, ભુતનાથ ફાટક વિસ્તાર, રેલ્વે સ્ટેશન વિસ્તાર અને બસ સ્ટેશન વિસ્તારમાં આવા બાળકો વધુ જોવા મળે છે. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો કોઇ મોટી વાત બહાર આવે તેમ છે.

નાની ઉંમરની મહિલા પાસે છ-સાત બાળકો !

કેટલીકમહિલાઓ પાસે બાળકો છે. તેમાં નાની ઉમરની મહિલાઓ પાસે પણ 6-7 બાળકો છે. ભવનાથમાં બે મહિલા એવી છે, જેની પાસે બાળકો છે. પરંતુ બાળકો તેનાં નથી. એટલું નહીં, બાળકોનાં કોઇ પુરાવા પણ તેની પાસે નથી.

ભવનાથમાંથી એક બાળકને મુકત કરાવાયું

જૂનાગઢબાળ સુરક્ષા અધિકારી હંસાબેન વાળાનાં માર્ગદર્શનમાં આનંદબેન ખાચર, પરેશભાઇ રાજપુરા, કિરણબેન રામાણી, સીમાબેન શીંગાળા, નિખીલભાઇ ગોહેલ અને ટીમ દ્વારા ભીક્ષાવૃતિ સામે એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભવનાથમાંથી યુપીનો એક બાળક મળી આવ્યો હતો. તે જે વ્યક્તિ સાથે હતું તેની પાસે બાળકનાં કોઇ પુરાવા હતા. તંત્રે બાળકનો કબજો લઇ ચિલ્ડ્રન હોમમાં મૂકી દીધું છે. અને તેના વાલીની તપાસ શરૂ કરી છે.

5 વર્ષની સજા અને 1 લાખ રૂપિયા દંડની જોગવાઇ

બાળકપાસે ભીક્ષાવૃતિ કરાવવી કે શોષણ કરવું તેના માટે કાયદામાં જોગવાઇ છે. જુવેનાઇલ એક્ટ મુજબ 5 વર્ષની સજા અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરાઇ છે.

કેટલાકલોકો બાળકનાં પરિવારને રૂપિયા આપે છે

જેબાળકોને જેની સાથે આવ્યા છે તેમાંથી કેટલાક લોકો બાળકનાં પરિવારને રૂપિયા પણ આપી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો